મગફળીની બજારમાં મજબૂતાઈ યથાવત છે. ગુજરાતમાં વરસાદી વાતાવરણને કારણે મગફળીની આવકો ઘટી છે. ગોંડલમાં પણ નવી આવકો ઘટતા 25 ટકા જેવી આવકો ઘટી હતી. સરેરાશ આવકો ઓછી અને સામે લેવાલી સારી હોવાથી મગફળીની બજારમાં મણે રૂ. 10થી 20નો સુધાર થયો હતો. હિંમતનગરમાં દાણાબર સારી મગફળીનાં અમુક વકલ રૂ. 1741 સુધીમાં વેચાણ થયાં હતાં.
ગોંડલનાં મગફળી બ્રોકરે જણાવ્યું હતું કે, હાલનાં સંજોગોમાં બજારમાં લેવાલી સારી છે. વળી આ વર્ષે સિઝનની જે મગફળી અત્યાર સુધીમાં આવી તેમાંથી 50 ટકા માલ દાણાબરમાં ગયો છે, જે ગત વર્ષે દશેક ટકા માંડ ગયો હતો. આમ આ વર્ષે દાણાબર અને પિલાણ બંને વાળાની માંગ સારી હોવાથી ઊઘડતી સિઝને જ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો તારીખ 08/10/2022 ને શનિવારના હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 14018 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1101થી 1500 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 12074 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 911થી 1491 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો તારીખ 08/10/2022 ને શનિવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 36919 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1151થી 1531 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 18890 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1300થી 1711 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 08/10/2022 ને શનિવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1550 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1711 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 08/10/2022 શનિવારના જાડી મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1030 | 1403 |
| અમરેલી | 910 | 1358 |
| કોડીનાર | 900 | 1270 |
| સાવરકુંડલા | 1000 | 1349 |
| જેતપુર | 700 | 1406 |
| પોરબંદર | 1000 | 1001 |
| વિસાવદર | 894 | 1476 |
| મહુવા | 1011 | 1420 |
| ગોંડલ | 911 | 1491 |
| કાલાવડ | 1150 | 1325 |
| જુનાગઢ | 850 | 1376 |
| જામજોધપુર | 1000 | 1330 |
| ભાવનગર | 1210 | 1311 |
| તળાજા | 800 | 1350 |
| હળવદ | 1101 | 1500 |
| જામનગર | 1000 | 1280 |
| ભેસાણ | 900 | 1196 |
| સલાલ | 1300 | 1550 |
| દાહોદ | 1040 | 1180 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 08/10/2022 શનિવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1100 | 1370 |
| અમરેલી | 900 | 1347 |
| કોડીનાર | 920 | 1431 |
| સાવરકુંડલા | 1015 | 1451 |
| જસદણ | 1000 | 1390 |
| મહુવા | 751 | 1324 |
| ગોંડલ | 940 | 1471 |
| કાલાવડ | 1250 | 1445 |
| જુનાગઢ | 900 | 1502 |
| જામજોધપુર | 1000 | 1426 |
| ઉપલેટા | 900 | 1280 |
| ધોરાજી | 856 | 1251 |
| વાંકાનેર | 1080 | 1425 |
| જેતપુર | 800 | 1501 |
| તળાજા | 1155 | 1500 |
| ભાવનગર | 1080 | 1400 |
| રાજુલા | 850 | 1125 |
| મોરબી | 1132 | 1360 |
| જામનગર | 1100 | 1420 |
| બાબરા | 980 | 1170 |
| ધારી | 1000 | 1199 |
| ખંભાળિયા | 850 | 1265 |
| ધ્રોલ | 1000 | 1290 |
| હિંમતનગર | 1300 | 1711 |
| પાલનપુર | 1111 | 1521 |
| તલોદ | 1200 | 1626 |
| મોડાસા | 1310 | 1600 |
| ડિસા | 1151 | 1531 |
| ટિંટોઇ | 1201 | 1500 |
| ઇડર | 1300 | 1674 |
| ધનસૂરા | 1200 | 1300 |
| ધાનેરા | 1255 | 1410 |
| ભીલડી | 1021 | 1355 |
| થરા | 1100 | 1297 |
| દીયોદર | 1150 | 1335 |
| શિહોરી | 1101 | 1195 |
| ઇકબાલગઢ | 1191 | 1454 |
| સતલાસણા | 971 | 1166 |
| લાખાણી | 1031 | 1291 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.










