નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 1711, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં મજબૂતાઈ યથાવત છે. ગુજરાતમાં વરસાદી વાતાવરણને કારણે મગફળીની આવકો ઘટી છે. ગોંડલમાં પણ નવી આવકો ઘટતા 25 ટકા જેવી આવકો ઘટી હતી. સરેરાશ આવકો ઓછી અને સામે લેવાલી સારી હોવાથી મગફળીની બજારમાં મણે રૂ. 10થી 20નો સુધાર થયો હતો. હિંમતનગરમાં દાણાબર સારી મગફળીનાં અમુક વકલ રૂ. 1741 સુધીમાં વેચાણ થયાં હતાં.

ગોંડલનાં મગફળી બ્રોકરે જણાવ્યું હતું કે, હાલનાં સંજોગોમાં બજારમાં લેવાલી સારી છે. વળી આ વર્ષે સિઝનની જે મગફળી અત્યાર સુધીમાં આવી તેમાંથી 50 ટકા માલ દાણાબરમાં ગયો છે, જે ગત વર્ષે દશેક ટકા માંડ ગયો હતો. આમ આ વર્ષે દાણાબર અને પિલાણ બંને વાળાની માંગ સારી હોવાથી ઊઘડતી સિઝને જ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો તારીખ 08/10/2022 ને શનિવારના હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 14018 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1101થી 1500 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 12074 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 911થી 1491 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો તારીખ 08/10/2022 ને શનિવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 36919 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1151થી 1531 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 18890 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1300થી 1711 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 08/10/2022 ને શનિવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1550 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1711 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 08/10/2022 શનિવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1030 1403
અમરેલી 910 1358
કોડીનાર 900 1270
સાવરકુંડલા 1000 1349
જેતપુર 700 1406
પોરબંદર 1000 1001
વિસાવદર 894 1476
મહુવા 1011 1420
ગોંડલ 911 1491
કાલાવડ 1150 1325
જુનાગઢ 850 1376
જામજોધપુર 1000 1330
ભાવનગર 1210 1311
તળાજા 800 1350
હળવદ 1101 1500
જામનગર 1000 1280
ભેસાણ 900 1196
સલાલ 1300 1550
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 08/10/2022 શનિવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1100 1370
અમરેલી 900 1347
કોડીનાર 920 1431
સાવરકુંડલા 1015 1451
જસદણ 1000 1390
મહુવા 751 1324
ગોંડલ 940 1471
કાલાવડ 1250 1445
જુનાગઢ 900 1502
જામજોધપુર 1000 1426
ઉપલેટા 900 1280
ધોરાજી 856 1251
વાંકાનેર 1080 1425
જેતપુર 800 1501
તળાજા 1155 1500
ભાવનગર 1080 1400
રાજુલા 850 1125
મોરબી 1132 1360
જામનગર 1100 1420
બાબરા 980 1170
ધારી 1000 1199
ખંભાળિયા 850 1265
ધ્રોલ 1000 1290
હિંમતનગર 1300 1711
પાલનપુર 1111 1521
તલોદ 1200 1626
મોડાસા 1310 1600
ડિસા 1151 1531
ટિંટોઇ 1201 1500
ઇડર 1300 1674
ધનસૂરા 1200 1300
ધાનેરા 1255 1410
ભીલડી 1021 1355
થરા 1100 1297
દીયોદર 1150 1335
શિહોરી 1101 1195
ઇકબાલગઢ 1191 1454
સતલાસણા 971 1166
લાખાણી 1031 1291

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment