નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો ઉંચો ભાવ જામનગરમાં રૂ. 1765, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની એક લેવલે પહોંચ્યાં બાદ હવે સ્થિર થઈ ગઈ છે અને જે માલ આવી રહ્યાં છે તેમાં લીલો માલ વધારે આવતો હોવાથી મગફળીની બજારમાં હવે દિવાળી સુધી ભાવ ઘટે તેવા ચાન્સ બહુ ઓછા દેખાય રહ્યાં છે.

વેપારીઓ કહે છે કે, હજી ચોખ્ખો ભૂર પવન વાતો નથી અને લીલો માલ વધારે આવે છે, પરિણામે ઓપનર સમયસર ચાલતા નથી. પરિણામે બજારમાં સુકા માલની માંગ છે અને તેનાં ભાવ ઊંચા જ બોલાય રહ્યાં છે. બીજી તરફ ગામડે બેઠા ખેડૂતો પણ રૂ.1300ની નીચે મગફળી વેચાણ કરવા તૈયાર નથી અને બધો જ માલ પીઠામાં આવી રહ્યો છે. પીઠાઓમાં સારી 66 નંબર જેવી મગફળી રૂ.16000થી 1700માં ખપી રહી હોવાથી ખેડૂતો ગામડે બેઠા જી-20 પણ નીચામાં આપવા તૈયાર નથી.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ ગઈ કાલે તારીખ 13/10/2022 ને ગુરુવારના રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 18000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1000થી 1325 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 25460 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1431 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 13/10/2022 ને ગુરુવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 37226 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1200થી 1466 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 15960 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1610 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 13/10/2022 ને ગુરુવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1561 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1765 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 13/10/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1000 1325
અમરેલી 950 1329
કોડીનાર 931 1140
જેતપુર 970 1325
પોરબંદર 1110 1260
વિસાવદર 890 1526
મહુવા 950 1375
ગોંડલ 900 1431
કાલાવડ 1150 1315
જુનાગઢ 900 1332
જામજોધપુર 950 1270
ભાવનગર 1081 1170
માણાવદર 1180 1181
તળાજા 800 1375
જામનગર 1000 1320
ભેસાણ 900 1270
સલાલ 1310 1561
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 13/10/2022 ગુરુવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1150 1350
અમરેલી 900 1270
કોડીનાર 951 1366
જસદણ 925 1350
મહુવા 925 1362
ગોંડલ 920 1521
કાલાવડ 1250 1446
જુનાગઢ 1000 1571
જામજોધપુર 950 1330
ઉપલેટા 1070 1275
ધોરાજી 901 1261
વાંકાનેર 1010 1491
જેતપુર 950 1450
તળાજા 1050 1400
ભાવનગર 1000 1699
મોરબી 1000 1410
જામનગર 1100 1765
બાબરા 1010 1290
ધારી 955 1170
ખંભાળિયા 950 1285
ધ્રોલ 1080 1283
હિંમતનગર 1100 1610
તલોદ 1255 1635
મોડાસા 1120 1532
ડિસા 1200 1466
ઇડર 1250 1554
ધનસૂરા 1000 1250
ધાનેરા 1150 1407
ભીલડી 1100 1373
થરા 1200 1401
દીયોદર 1125 1370
વડગામ 1100 1372
વિહોરી 1175 1315
ઇકબાલગઢ 1221 1437
સતલાસણા 1071 1326
લાખાણી 1100 1290

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment