મગફળીની એક લેવલે પહોંચ્યાં બાદ હવે સ્થિર થઈ ગઈ છે અને જે માલ આવી રહ્યાં છે તેમાં લીલો માલ વધારે આવતો હોવાથી મગફળીની બજારમાં હવે દિવાળી સુધી ભાવ ઘટે તેવા ચાન્સ બહુ ઓછા દેખાય રહ્યાં છે.
વેપારીઓ કહે છે કે, હજી ચોખ્ખો ભૂર પવન વાતો નથી અને લીલો માલ વધારે આવે છે, પરિણામે ઓપનર સમયસર ચાલતા નથી. પરિણામે બજારમાં સુકા માલની માંગ છે અને તેનાં ભાવ ઊંચા જ બોલાય રહ્યાં છે. બીજી તરફ ગામડે બેઠા ખેડૂતો પણ રૂ.1300ની નીચે મગફળી વેચાણ કરવા તૈયાર નથી અને બધો જ માલ પીઠામાં આવી રહ્યો છે. પીઠાઓમાં સારી 66 નંબર જેવી મગફળી રૂ.16000થી 1700માં ખપી રહી હોવાથી ખેડૂતો ગામડે બેઠા જી-20 પણ નીચામાં આપવા તૈયાર નથી.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ ગઈ કાલે તારીખ 13/10/2022 ને ગુરુવારના રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 18000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1000થી 1325 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 25460 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1431 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 13/10/2022 ને ગુરુવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 37226 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1200થી 1466 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 15960 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1610 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 13/10/2022 ને ગુરુવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1561 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1765 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 13/10/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1000 | 1325 |
અમરેલી | 950 | 1329 |
કોડીનાર | 931 | 1140 |
જેતપુર | 970 | 1325 |
પોરબંદર | 1110 | 1260 |
વિસાવદર | 890 | 1526 |
મહુવા | 950 | 1375 |
ગોંડલ | 900 | 1431 |
કાલાવડ | 1150 | 1315 |
જુનાગઢ | 900 | 1332 |
જામજોધપુર | 950 | 1270 |
ભાવનગર | 1081 | 1170 |
માણાવદર | 1180 | 1181 |
તળાજા | 800 | 1375 |
જામનગર | 1000 | 1320 |
ભેસાણ | 900 | 1270 |
સલાલ | 1310 | 1561 |
દાહોદ | 1040 | 1180 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 13/10/2022 ગુરુવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1150 | 1350 |
અમરેલી | 900 | 1270 |
કોડીનાર | 951 | 1366 |
જસદણ | 925 | 1350 |
મહુવા | 925 | 1362 |
ગોંડલ | 920 | 1521 |
કાલાવડ | 1250 | 1446 |
જુનાગઢ | 1000 | 1571 |
જામજોધપુર | 950 | 1330 |
ઉપલેટા | 1070 | 1275 |
ધોરાજી | 901 | 1261 |
વાંકાનેર | 1010 | 1491 |
જેતપુર | 950 | 1450 |
તળાજા | 1050 | 1400 |
ભાવનગર | 1000 | 1699 |
મોરબી | 1000 | 1410 |
જામનગર | 1100 | 1765 |
બાબરા | 1010 | 1290 |
ધારી | 955 | 1170 |
ખંભાળિયા | 950 | 1285 |
ધ્રોલ | 1080 | 1283 |
હિંમતનગર | 1100 | 1610 |
તલોદ | 1255 | 1635 |
મોડાસા | 1120 | 1532 |
ડિસા | 1200 | 1466 |
ઇડર | 1250 | 1554 |
ધનસૂરા | 1000 | 1250 |
ધાનેરા | 1150 | 1407 |
ભીલડી | 1100 | 1373 |
થરા | 1200 | 1401 |
દીયોદર | 1125 | 1370 |
વડગામ | 1100 | 1372 |
વિહોરી | 1175 | 1315 |
ઇકબાલગઢ | 1221 | 1437 |
સતલાસણા | 1071 | 1326 |
લાખાણી | 1100 | 1290 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.