મગફળીની બજારમાં નરમાઈનો દોર જોવા મળી રહ્યો છે. સીંગતેલનાં ભાવ ઘટી ગયા હોવાથી મગફળીની બજારમાં પણ મણે રૂ. 10થી 20નો ઘટાડો થયો હતો. મગફળીની બજારમાં સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે, પંરતુ આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે બજારમાં ખાસ કોઈ મોટી લેવાલી નથી.
મગફળીનાં વેપારીઓ કહે છે કે હાલનાં સંજોગોમાં સીંગતેલ અને સીંગદાણા ઉપરાંત ખોળનાં ભાવ પણ ઘટી રહ્યાં હોવાથી મગફળીમાં એક પણ ક્વોલિટીમાં ડિમાન્ડ નથી અને જે છે તે નીચા ભાવથી ખરીદી કરવા માંગે છે, પરિણામે ભાવમાં બે દિવસમાં રૂ. 20થી 30 નીકળી ગયા છે અને હજી પણ થોડો ઘટાડો થાય તેવી ધારણાં છે. મગફળીમાં મોટી મંદી દેખાતી નથી કારણ કે વધુ ઘટાડો થાય તો સરકાર ટેકાનાં ભાવથી ખરીદી કરવા માટે તૈયાર જ છે, પરિણામે બજારો બહુ નીચા નહીં આવે અને ખેડૂતો પણ રૂ. 1200ની નીચે ગામડે બેઠા પણ માલ આપવા તૈયાર નથી.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 21/11/2022 ને સોમવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 19277 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 840થી 1321 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 8755 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1050થી 1400 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 21/11/2022 ને સોમવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 20900 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1131થી 1402 સુધીના બોલાયા હતાં. જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 12071 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1440 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 21/11/2022 ને સોમવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ ધ્રોલ માર્કેટ યાર્ડમાં રૂ. 1405 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1860 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 21/11/2022 સોમવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1060 | 1299 |
અમરેલી | 800 | 1250 |
કોડીનાર | 1082 | 1221 |
સાવરકુંડલા | 1085 | 1281 |
જેતપુર | 816 | 1291 |
પોરબંદર | 1050 | 1150 |
વિસાવદર | 943 | 1331 |
મહુવા | 1200 | 1371 |
ગોંડલ | 840 | 1321 |
કાલાવડ | 1050 | 1250 |
જુનાગઢ | 900 | 1285 |
જામજોધપુર | 1000 | 1250 |
ભાવનગર | 1101 | 1260 |
માણાવદર | 1300 | 1301 |
તળાજા | 1150 | 1260 |
હળવદ | 1050 | 1400 |
જામનગર | 900 | 1240 |
ભેસાણ | 1000 | 1081 |
ધ્રોલ | 1125 | 1405 |
સલાલ | 1200 | 1400 |
દાહોદ | 1040 | 1180 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 21/11/2022 સોમવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1050 | 1240 |
અમરેલી | 1050 | 1305 |
કોડીનાર | 1125 | 1364 |
સાવરકુંડલા | 1140 | 1351 |
જસદણ | 1025 | 1280 |
મહુવા | 1071 | 1159 |
ગોંડલ | 925 | 1301 |
કાલાવડ | 1150 | 1290 |
જુનાગઢ | 950 | 1625 |
જામજોધપુર | 1000 | 1200 |
ઉપલેટા | 1050 | 1225 |
ધોરાજી | 856 | 1216 |
વાંકાનેર | 940 | 1437 |
જેતપુર | 921 | 1451 |
તળાજા | 1305 | 1500 |
ભાવનગર | 1100 | 1860 |
રાજુલા | 1025 | 1176 |
મોરબી | 1001 | 1465 |
જામનગર | 1000 | 1850 |
બાબરા | 1150 | 1210 |
બોટાદ | 970 | 1175 |
ભચાઉ | 1300 | 1314 |
ધારી | 955 | 1245 |
ખંભાળિયા | 1000 | 1300 |
પાલીતાણા | 1147 | 1232 |
લાલપુર | 1094 | 1502 |
ધ્રોલ | 1030 | 1230 |
હિંમતનગર | 1100 | 1700 |
પાલનપુર | 1100 | 1440 |
તલોદ | 1050 | 1585 |
મોડાસા | 1000 | 1544 |
ડિસા | 1131 | 1402 |
ટિંટોઇ | 1020 | 1400 |
ઇડર | 1250 | 1726 |
ધનસૂરા | 1000 | 1200 |
ધાનેરા | 1140 | 1324 |
ભીલડી | 1050 | 1324 |
થરા | 1150 | 1285 |
દીયોદર | 1150 | 1325 |
વીસનગર | 1100 | 1304 |
માણસા | 1125 | 1276 |
વડગામ | 1121 | 1300 |
કપડવંજ | 950 | 1325 |
શિહોરી | 1092 | 1302 |
સતલાસણા | 1100 | 1380 |
લાખાણી | 1190 | 1308 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.