નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1860, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં નરમાઈનો દોર જોવા મળી રહ્યો છે. સીંગતેલનાં ભાવ ઘટી ગયા હોવાથી મગફળીની બજારમાં પણ મણે રૂ. 10થી 20નો ઘટાડો થયો હતો. મગફળીની બજારમાં સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે, પંરતુ આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે બજારમાં ખાસ કોઈ મોટી લેવાલી નથી.

મગફળીનાં વેપારીઓ કહે છે કે હાલનાં સંજોગોમાં સીંગતેલ અને સીંગદાણા ઉપરાંત ખોળનાં ભાવ પણ ઘટી રહ્યાં હોવાથી મગફળીમાં એક પણ ક્વોલિટીમાં ડિમાન્ડ નથી અને જે છે તે નીચા ભાવથી ખરીદી કરવા માંગે છે, પરિણામે ભાવમાં બે દિવસમાં રૂ. 20થી 30 નીકળી ગયા છે અને હજી પણ થોડો ઘટાડો થાય તેવી ધારણાં છે. મગફળીમાં મોટી મંદી દેખાતી નથી કારણ કે વધુ ઘટાડો થાય તો સરકાર ટેકાનાં ભાવથી ખરીદી કરવા માટે તૈયાર જ છે, પરિણામે બજારો બહુ નીચા નહીં આવે અને ખેડૂતો પણ રૂ. 1200ની નીચે ગામડે બેઠા પણ માલ આપવા તૈયાર નથી.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 21/11/2022 ને સોમવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 19277 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 840થી 1321 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 8755 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1050થી 1400 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 21/11/2022 ને સોમવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 20900 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1131થી 1402 સુધીના બોલાયા હતાં. જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 12071 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1440 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 21/11/2022 ને સોમવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ ધ્રોલ માર્કેટ યાર્ડમાં રૂ. 1405 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1860 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 21/11/2022 સોમવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1060 1299
અમરેલી 800 1250
કોડીનાર 1082 1221
સાવરકુંડલા 1085 1281
જેતપુર 816 1291
પોરબંદર 1050 1150
વિસાવદર 943 1331
મહુવા 1200 1371
ગોંડલ 840 1321
કાલાવડ 1050 1250
જુનાગઢ 900 1285
જામજોધપુર 1000 1250
ભાવનગર 1101 1260
માણાવદર 1300 1301
તળાજા 1150 1260
હળવદ 1050 1400
જામનગર 900 1240
ભેસાણ 1000 1081
ધ્રોલ 1125 1405
સલાલ 1200 1400
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 21/11/2022 સોમવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1050 1240
અમરેલી 1050 1305
કોડીનાર 1125 1364
સાવરકુંડલા 1140 1351
જસદણ 1025 1280
મહુવા 1071 1159
ગોંડલ 925 1301
કાલાવડ 1150 1290
જુનાગઢ 950 1625
જામજોધપુર 1000 1200
ઉપલેટા 1050 1225
ધોરાજી 856 1216
વાંકાનેર 940 1437
જેતપુર 921 1451
તળાજા 1305 1500
ભાવનગર 1100 1860
રાજુલા 1025 1176
મોરબી 1001 1465
જામનગર 1000 1850
બાબરા 1150 1210
બોટાદ 970 1175
ભચાઉ 1300 1314
ધારી 955 1245
ખંભાળિયા 1000 1300
પાલીતાણા 1147 1232
લાલપુર 1094 1502
ધ્રોલ 1030 1230
હિંમતનગર 1100 1700
પાલનપુર 1100 1440
તલોદ 1050 1585
મોડાસા 1000 1544
ડિસા 1131 1402
ટિંટોઇ 1020 1400
ઇડર 1250 1726
ધનસૂરા 1000 1200
ધાનેરા 1140 1324
ભીલડી 1050 1324
થરા 1150 1285
દીયોદર 1150 1325
વીસનગર 1100 1304
માણસા 1125 1276
વડગામ 1121 1300
કપડવંજ 950 1325
શિહોરી 1092 1302
સતલાસણા 1100 1380
લાખાણી 1190 1308

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment