મગફળીની બજારમાં ઓછી વેચવાલી વચ્ચે ભાવમાં મજબૂતાઈ જોવા મળી હતી. સીંગતેલ લુઝનાં ભાવ સ્ટેબલ છે અને સામે સારી ક્વલિટીની મગફળી ઓછી આવે છે, જેને પગલે બજારો વધ્યા છે. રાજકોટમાં મગફળીનાં ભાવમાં રૂ. 15થી 20નો સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં ખાદ્યતેલ અને સીંગદાણાની બજાર ઉપર જ મગફળીનાં ભાવનો આધાર રહેલો છે.
મગફળીનાં વેપારીઓ કહે છે કે સૌરાષ્ટ્રમાં ચૂંટણી પૂરી થઈ ગઈ છે અને હવે સોમવારથી મગફળીની આવકો કેવી થાય છે તેનાં ઉપર સૌની નજર છે. આવકો વધે તો પણ બહુ વધારો થાય તેવું લાગતું નથી. બીજી તરફ આ વર્ષે નાફેડ પાસે મગફળી પડી નથી અને પાક ઓછો છે, પરિણામે લાંબા ગાળે સ્ટોકિસ્ટોનાં માલ ઉપર જ બજારો ચાલશે, પરિણામે અત્યારે મગફળીમાં કોઈ નીચા ભાવથી વેચાણ કરવા તૈયાર નથી.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 03/12/2022 ને શનિવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 18237 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 800થી 1311 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 3914 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1431 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 03/12/2022 ને શનિવારના રોજ જામનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 16000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1000થી 1800 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 21025 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1720 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 03/12/2022 ને શનિવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ હળવદ માર્કેટ યાર્ડમાં રૂ. 1431 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1874 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 03/12/2022 શનિવારના જાડી મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1090 | 1325 |
| અમરેલી | 1056 | 1301 |
| કોડીનાર | 1075 | 1223 |
| સાવરકુંડલા | 1102 | 1311 |
| જેતપુર | 971 | 1311 |
| પોરબંદર | 1005 | 1230 |
| વિસાવદર | 864 | 1346 |
| મહુવા | 1100 | 1406 |
| ગોંડલ | 800 | 1311 |
| કાલાવડ | 1050 | 1385 |
| જુનાગઢ | 900 | 1300 |
| જામજોધપુર | 1000 | 1270 |
| ભાવનગર | 1160 | 1259 |
| માણાવદર | 1305 | 1306 |
| તળાજા | 1075 | 1292 |
| હળવદ | 1100 | 1431 |
| જામનગર | 900 | 1225 |
| ભેસાણ | 880 | 1254 |
| ખેડબ્રહ્મા | 1125 | 1125 |
| સલાલ | 1200 | 1410 |
| દાહોદ | 1160 | 1200 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 03/12/2022 શનિવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1070 | 1235 |
| અમરેલી | 1030 | 1235 |
| કોડીનાર | 1120 | 1363 |
| સાવરકુંડલા | 1028 | 1221 |
| જસદણ | 1075 | 1300 |
| મહુવા | 1001 | 1336 |
| ગોંડલ | 910 | 1271 |
| કાલાવડ | 1100 | 1327 |
| જુનાગઢ | 900 | 1555 |
| જામજોધપુર | 1000 | 1180 |
| ઉપલેટા | 1050 | 1300 |
| ધોરાજી | 791 | 1251 |
| વાંકાનેર | 940 | 1351 |
| જેતપુર | 950 | 1281 |
| તળાજા | 1250 | 1846 |
| ભાવનગર | 1140 | 1874 |
| રાજુલા | 1051 | 1253 |
| મોરબી | 1074 | 1470 |
| જામનગર | 1000 | 1800 |
| બોટાદ | 1080 | 1185 |
| ધારી | 1166 | 1261 |
| ખંભાળિયા | 900 | 1244 |
| પાલીતાણા | 1115 | 1225 |
| લાલપુર | 1000 | 1516 |
| ધ્રોલ | 920 | 1228 |
| હિંમતનગર | 1100 | 1720 |
| પાલનપુર | 1100 | 1366 |
| તલોદ | 1020 | 1645 |
| મોડાસા | 1000 | 1560 |
| ટિંટોઇ | 1020 | 1430 |
| ઇડર | 1255 | 1783 |
| ધનસૂરા | 1000 | 1200 |
| થરા | 1170 | 1298 |
| વડગામ | 1121 | 1270 |
| કપડવંજ | 900 | 1200 |
| શિહોરી | 1125 | 1265 |
| ઇકબાલગઢ | 1146 | 1421 |
| સતલાસણા | 1050 | 1308 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.










