મગફળીની બજારમાં વેચવાલીનાં અભાવે સરેરાશ મણે રૂ. 5થી 10નો સુધારો હતો. મગફળીની બજારમાં વેચવાલી ઓછી છે અને સામે જે વેચવાલી આવે છે તેમાં સારી ક્વોલિટીની મગફળી ઓછી હોવાથી તેની માંગ વધી રહી છે. ખાસ કરીને જી-20 મગફળીની વેચવાલી ઓછી છે અને તેમાં ઓઈલ મિલોની માંગ સારી છે. બીજી તરફ સીંગદાણાનાં ભાવમાં મજબૂતાઈ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે.
મગફળીનાં બ્રોકરો કહે છે કે આવકો હવે તમામ સેન્ટરમાં ઘટવા લાગી છે. આ વર્ષે સરકારી માલ આવે તેવા પણ સંજોગો નથી, કારણ કે ખરીદી થઈ નથી. બીજી તરફ સીંગદાણામાં લોકલ અને નિકાસ વેપારોનાં ટેકે બજારો વધી રહ્યાં છે. આગામી દિવસોમાં મગફળીમાં ઓઈલ મિલોની માંગ ઉપર પણ પિલાણ મગફળીનો આધાર રહેલો છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 15/12/2022 ને ગુરુવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 13943 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 811થી 1311 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 6000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1330 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 15/12/2022 ને ગુરુવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 7871 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 921થી 1321 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 13330 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1700 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 15/12/2022 ને ગુરુવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 1433 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ થરા માર્કેટ યાર્ડમાં રૂ. 1721 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 15/12/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1120 | 1365 |
| અમરેલી | 830 | 1307 |
| કોડીનાર | 1145 | 1288 |
| સાવરકુંડલા | 1200 | 1301 |
| જેતપુર | 961 | 1321 |
| પોરબંદર | 1040 | 1225 |
| વિસાવદર | 897 | 1341 |
| મહુવા | 1432 | 1433 |
| ગોંડલ | 811 | 1311 |
| કાલાવડ | 1050 | 1327 |
| જુનાગઢ | 950 | 1322 |
| જામજોધપુર | 900 | 1330 |
| ભાવનગર | 1243 | 1326 |
| તળાજા | 1100 | 1325 |
| હળવદ | 1050 | 1372 |
| જામનગર | 900 | 1260 |
| ભેસાણ | 800 | 1190 |
| ખેડબ્રહ્મા | 1130 | 1130 |
| સલાલ | 1150 | 1430 |
| દાહોદ | 1160 | 1200 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 15/12/2022 ગુરુવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1100 | 1250 |
| અમરેલી | 1021 | 1205 |
| કોડીનાર | 1186 | 1379 |
| સાવરકુંડલા | 1105 | 1221 |
| જસદણ | 1075 | 1310 |
| મહુવા | 1160 | 1321 |
| ગોંડલ | 921 | 1321 |
| કાલાવડ | 1150 | 1275 |
| જુનાગઢ | 1000 | 1219 |
| જામજોધપુર | 900 | 1220 |
| ઉપલેટા | 1110 | 1315 |
| ધોરાજી | 961 | 1251 |
| વાંકાનેર | 950 | 1511 |
| જેતપુર | 931 | 1281 |
| તળાજા | 1225 | 1511 |
| ભાવનગર | 1142 | 1637 |
| રાજુલા | 750 | 1280 |
| મોરબી | 830 | 1396 |
| જામનગર | 1000 | 1370 |
| બાબરા | 1132 | 1248 |
| બોટાદ | 1000 | 1160 |
| ધારી | 1101 | 1217 |
| ખંભાળિયા | 900 | 1300 |
| લાલપુર | 1107 | 1108 |
| ધ્રોલ | 950 | 1264 |
| હિંમતનગર | 1100 | 1700 |
| પાલનપુર | 1174 | 1344 |
| તલોદ | 1000 | 1640 |
| મોડાસા | 1000 | 1565 |
| ડિસા | 1191 | 1324 |
| ટિંટોઇ | 1020 | 1420 |
| ઇડર | 1250 | 1677 |
| ધનસૂરા | 1000 | 1200 |
| ધાનેરા | 1200 | 1367 |
| ભીલડી | 1150 | 1321 |
| થરા | 1650 | 1721 |
| દીયોદર | 1100 | 1250 |
| વીસનગર | 1100 | 1231 |
| માણસા | 1210 | 1275 |
| વડગામ | 1241 | 1242 |
| કપડવંજ | 900 | 1200 |
| શિહોરી | 1091 | 1205 |
| ઇકબાલગઢ | 1150 | 1151 |
| સતલાસણા | 1086 | 1224 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.










