મગફળીની બજારમાં વેચવાલી ઘટી રહી છે અને સારી ક્વોલિટીના માલો બહુ ઓછા આવતા હોવાથી તેમાં મણે રૂ. 10થી 20નો સુધારો થયો હતો. આગામી દિવસોમાં મગફળીની બજારમાં ભાવ હજી પણ થોડા સુધરી શકે છે, પરંતુ મોટો આધાર સીંગદાણા અને સીંગતેલ ઉપર રહેલો છે. સીંગદાણાનાં ભાવ ઘટીને અટકી ગયાં છે. ક્રિસમસનું વેકેશન નજીક હોવાથી નિકાસ વેપારો આગામી પંદર દિવસ માટે બંધ રહેવાનાં છે.ગલ્ફ દેશોનાં જે વેપારો થાય એ થશે.
મગફળીનાં વેપારીઓ કહે છે કે, સારી ક્વોલિટીની મગફળીની વેચવાલી ઓછી આવશે તો બજારમાં મણે રૂ.10થી 15નો સુધારો થઈ શકે છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. ગામડે બેઠા ખેડૂતો રૂ. 1300થી નીચા ભાવથી વેચવાલ નથી, જેને પગલે પણ બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 22/12/2022 ને ગુરુવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 15163 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 825થી 1341 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 8500 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1360 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 22/12/2022 ને ગુરુવારના રોજ જસદણ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 8000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1335 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 8400 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1710 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 22/12/2022 ને ગુરુવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1500 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1710 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 22/12/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1140 | 1400 |
અમરેલી | 800 | 1343 |
કોડીનાર | 1140 | 1335 |
સાવરકુંડલા | 1185 | 1361 |
જેતપુર | 961 | 1321 |
પોરબંદર | 1045 | 1305 |
વિસાવદર | 936 | 1366 |
મહુવા | 1228 | 1472 |
ગોંડલ | 825 | 1341 |
કાલાવડ | 1050 | 1400 |
જુનાગઢ | 950 | 1351 |
જામજોધપુર | 900 | 1360 |
ભાવનગર | 1252 | 1356 |
માણાવદર | 1375 | 1376 |
તળાજા | 1100 | 1360 |
હળવદ | 1101 | 1365 |
જામનગર | 900 | 1320 |
ભેસાણ | 800 | 1286 |
ખેડબ્રહ્મા | 1110 | 1110 |
સલાલ | 1200 | 1500 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 22/12/2022 ગુરુવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1120 | 1264 |
અમરેલી | 870 | 1247 |
કોડીનાર | 1165 | 1385 |
સાવરકુંડલા | 1080 | 1257 |
જસદણ | 1100 | 1335 |
મહુવા | 850 | 1372 |
ગોંડલ | 940 | 1411 |
કાલાવડ | 1150 | 1281 |
જુનાગઢ | 1000 | 1252 |
જામજોધપુર | 900 | 1200 |
ઉપલેટા | 1110 | 1363 |
ધોરાજી | 801 | 1271 |
વાંકાનેર | 1050 | 1450 |
જેતપુર | 921 | 1291 |
તળાજા | 1200 | 1485 |
ભાવનગર | 1239 | 1653 |
રાજુલા | 1000 | 1333 |
મોરબી | 800 | 1242 |
જામનગર | 1000 | 1390 |
બાબરા | 1144 | 1276 |
બોટાદ | 1000 | 1295 |
ધારી | 1155 | 1301 |
ખંભાળિયા | 950 | 1414 |
લાલપુર | 1030 | 1201 |
ધ્રોલ | 1000 | 1314 |
હિંમતનગર | 1100 | 1710 |
પાલનપુર | 1170 | 1361 |
તલોદ | 1100 | 1480 |
મોડાસા | 1000 | 1558 |
ડિસા | 1200 | 1388 |
ટિંટોઇ | 1101 | 1207 |
ઇડર | 1250 | 1701 |
ધનસૂરા | 1000 | 1200 |
ધાનેરા | 1121 | 1376 |
ભીલડી | 1200 | 1311 |
દીયોદર | 1100 | 1330 |
વીસનગર | 1151 | 1232 |
માણસા | 1215 | 1320 |
વડગામ | 1211 | 1303 |
કપડવંજ | 1400 | 1550 |
ઇકબાલગઢ | 1000 | 1399 |
સતલાસણા | 1185 | 1265 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.