નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 1710, જાણો આજના મગફળીના બજારભાવ

મગફળીની બજારમાં વેચવાલી ઘટી રહી છે અને સારી ક્વોલિટીના માલો બહુ ઓછા આવતા હોવાથી તેમાં મણે રૂ. 10થી 20નો સુધારો થયો હતો. આગામી દિવસોમાં મગફળીની બજારમાં ભાવ હજી પણ થોડા સુધરી શકે છે, પરંતુ મોટો આધાર સીંગદાણા અને સીંગતેલ ઉપર રહેલો છે. સીંગદાણાનાં ભાવ ઘટીને અટકી ગયાં છે. ક્રિસમસનું વેકેશન નજીક હોવાથી નિકાસ વેપારો આગામી પંદર દિવસ માટે બંધ રહેવાનાં છે.ગલ્ફ દેશોનાં જે વેપારો થાય એ થશે.

મગફળીનાં વેપારીઓ કહે છે કે, સારી ક્વોલિટીની મગફળીની વેચવાલી ઓછી આવશે તો બજારમાં મણે રૂ.10થી 15નો સુધારો થઈ શકે છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. ગામડે બેઠા ખેડૂતો રૂ. 1300થી નીચા ભાવથી વેચવાલ નથી, જેને પગલે પણ બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 22/12/2022 ને ગુરુવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 15163 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 825થી 1341 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 8500 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1360 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 22/12/2022 ને ગુરુવારના રોજ જસદણ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 8000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1335 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 8400 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1710 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 22/12/2022 ને ગુરુવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1500 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1710 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 22/12/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1140 1400
અમરેલી 800 1343
કોડીનાર 1140 1335
સાવરકુંડલા 1185 1361
જેતપુર 961 1321
પોરબંદર 1045 1305
વિસાવદર 936 1366
મહુવા 1228 1472
ગોંડલ 825 1341
કાલાવડ 1050 1400
જુનાગઢ 950 1351
જામજોધપુર 900 1360
ભાવનગર 1252 1356
માણાવદર 1375 1376
તળાજા 1100 1360
હળવદ 1101 1365
જામનગર 900 1320
ભેસાણ 800 1286
ખેડબ્રહ્મા 1110 1110
સલાલ 1200 1500

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 22/12/2022 ગુરુવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1120 1264
અમરેલી 870 1247
કોડીનાર 1165 1385
સાવરકુંડલા 1080 1257
જસદણ 1100 1335
મહુવા 850 1372
ગોંડલ 940 1411
કાલાવડ 1150 1281
જુનાગઢ 1000 1252
જામજોધપુર 900 1200
ઉપલેટા 1110 1363
ધોરાજી 801 1271
વાંકાનેર 1050 1450
જેતપુર 921 1291
તળાજા 1200 1485
ભાવનગર 1239 1653
રાજુલા 1000 1333
મોરબી 800 1242
જામનગર 1000 1390
બાબરા 1144 1276
બોટાદ 1000 1295
ધારી 1155 1301
ખંભાળિયા 950 1414
લાલપુર 1030 1201
ધ્રોલ 1000 1314
હિંમતનગર 1100 1710
પાલનપુર 1170 1361
તલોદ 1100 1480
મોડાસા 1000 1558
ડિસા 1200 1388
ટિંટોઇ 1101 1207
ઇડર 1250 1701
ધનસૂરા 1000 1200
ધાનેરા 1121 1376
ભીલડી 1200 1311
દીયોદર 1100 1330
વીસનગર 1151 1232
માણસા 1215 1320
વડગામ 1211 1303
કપડવંજ 1400 1550
ઇકબાલગઢ 1000 1399
સતલાસણા 1185 1265

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *