નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1722, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે અને વર્તમાન સંજોગોમાં બજાર મજબૂત છે. ખાસ કરીનેજી-20 ક્વોલિટીની મગફળીનાં ભાવમાં મણે રૂ. 10થી 15નો સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં મગફળીનાં ભાવમાં સરેરાશ મજબૂતાઈની ધારણાં છે.

મગફળીનાં વેપારીઓ કહે છે કે, મગફળીની અત્યારે વેચવાલી ઓછી છે અને દિવસે દિવસે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. જો બજારમાં લેવાલી ઓછી રહેશે તો જ ઘટાડો આવશે, પંરતુ હાલ ઓઈલ મિલો અને સીંગદાણાનાં કારખાનેદારની માંગ સારી હોવાથી ટેકો મળી રહ્યો છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 31/12/2022 ને શનિવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 11071 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 815થી 1386 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 4000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1330 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 31/12/2022 ને શનિવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 7637 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 920થી 1341 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 2680 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1722 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 31/12/2022 ને શનિવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1722 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 1439 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 31/12/2022 શનિવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1120 1400
અમરેલી 960 1353
કોડીનાર 1142 1249
સાવરકુંડલા 1071 1361
જેતપુર 900 1340
પોરબંદર 1150 1350
મહુવા 1111 1439
ગોંડલ 815 1386
કાલાવડ 1050 1328
જુનાગઢ 1050 1379
જામજોધપુર 900 1330
ભાવનગર 1311 1325
માણાવદર 1410 1415
તળાજા 1100 1395
હળવદ 1101 1370
જામનગર 900 1255
ભેસાણ 800 1200
ખેડબ્રહ્મા 1120 1120
સલાલ 1200 1400
દાહોદ 1180 1220

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 31/12/2022 શનિવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1100 1250
અમરેલી 900 1282
કોડીનાર 1181 1418
સાવરકુંડલા 1050 1272
જસદણ 1125 1350
મહુવા 1124 1377
ગોંડલ 920 1341
કાલાવડ 1150 1275
જુનાગઢ 1000 1270
જામજોધપુર 900 1230
ઉપલેટા 1100 1301
ધોરાજી 900 1271
વાંકાનેર 941 1371
જેતપુર 850 1276
તળાજા 1285 1600
ભાવનગર 1121 1540
રાજુલા 1100 1331
મોરબી 1080 1470
જામનગર 1000 1270
બાબરા 1144 1306
બોટાદ 1000 1315
ધારી 1130 1317
ખંભાળિયા 950 1401
લાલપુર 1035 1055
ધ્રોલ 960 1292
હિંમતનગર 1100 1722
પાલનપુર 1175 1388
તલોદ 1075 1425
મોડાસા 982 1240
ડિસા 1111 1401
ઇડર 1280 1641
ધનસૂરા 1000 1200
ધાનેરા 1200 1201
ભીલડી 1300 1321
દીયોદર 1100 1350
માણસા 1361 1320
કપડવંજ 1400 1500
ઇકબાલગઢ 1200 1201
સતલાસણા 1150 1151

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment