નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1905, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની આવકનો અભાવ અને પિલાણ મિલોની લેવાલી સારી હોવાથી સરેરાશ મગફળીની બજારમાં મણે રૂ. 10નો સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં સીંગતેલની ચાલ અને સીંગદાણાની બજારમાં જો માંગ સારી રહેશે અને ભાવ ઊંચકાશે તો મગફળીની બજારો હજી વધી શકે છે. વળી ગુરૂવારે ચૂંટણી હોવાથી મગફળીની આવકો નીલ થઈ જશે, કારણ કે મગફળીની આવકોવાળા યાર્ડો તમામ બંધ રહેવાનાં છે.

મગફળીનાં વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી, પરંતુ બજારનો ટોન હાલ પૂરતો મજબૂત દેખાય રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની આવકો કેવી થાય છે તેનાં ઉપર આધાર રહેલો છે. ગોંડલ કે રાજકોટમાં મગફળીની આવકો ખુલે ત્યારે હવે એકાદ લાખ ગુણીની ઉપર આવક થાય તેવી સંભાવનાઓ ઘટતી જાય છે. હવે ખેડૂતો પાસે માલ પડ્યો છે, પરંતુ તેઓ સારા ભાવ આવશે તો જ વેચાણ કરવાનાં મૂડમાં છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 30/11/2022 ને બુધવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 15194 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 815થી 1331 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 4143 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1050થી 1397 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 30/11/2022 ને બુધવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 6405 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1151થી 1335 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 24005 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1730 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 30/11/2022 ને બુધવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1450 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1905 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 30/11/2022 બુધવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1070 1335
અમરેલી 800 1266
કોડીનાર 1092 1221
સાવરકુંડલા 1071 1383
જેતપુર 756 1201
પોરબંદર 1030 1240
વિસાવદર 814 1426
મહુવા 1191 1424
ગોંડલ 815 1331
કાલાવડ 1050 1290
જુનાગઢ 900 1297
જામજોધપુર 950 950
ભાવનગર 1170 1265
માણાવદર 1305 1306
તળાજા 1050 1301
હળવદ 1050 1397
જામનગર 900 1255
ભેસાણ 1000 1210
ધ્રોલ 1100 1205
સલાલ 1200 1450
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 30/11/2022 બુધવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1050 1225
અમરેલી 900 1299
કોડીનાર 1118 1344
સાવરકુંડલા 1035 1221
જસદણ 1050 1301
મહુવા 1029 1132
ગોંડલ 900 1256
કાલાવડ 1100 1300
જુનાગઢ 900 1750
ઉપલેટા 1015 1250
ધોરાજી 850 1226
વાંકાનેર 900 1450
જેતપુર 941 1496
તળાજા 1280 1900
ભાવનગર 1100 1905
રાજુલા 900 1235
મોરબી 980 1426
જામનગર 1000 1750
બાબરા 1151 1237
બોટાદ 970 1200
ધારી 1025 1248
ખંભાળિયા 800 1244
પાલીતાણા 1071 1198
લાલપુર 1014 1116
ધ્રોલ 980 1206
હિંમતનગર 1100 1730
પાલનપુર 1100 1450
તલોદ 1050 1220
મોડાસા 1000 1600
ડિસા 1151 1335
ટિંટોઇ 1010 1450
ઇડર 1245 1751
ધનસૂરા 1000 1200
ધાનેરા 1150 1300
ભીલડી 1100 1316
થરા 1150 1285
દીયોદર 1100 1300
માણસા 1231 1331
વડગામ 1100 1278
કપડવંજ 950 1050
શિહોરી 1105 1210
ઇકબાલગઢ 1135 1265
સતલાસણા 1100 1336
લાખાણી 1181 1271

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment