નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1734, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્તમાન સંજોગોમાં મગફળીની બજારમાં ખાસ કોઈ વેચવાલી આવતી નથી. ખાસ કરીને જી-20 મગફળીનાં ભાવસતત વધી રહ્યાં છેઅને તેની માંગ સારી હોવાથી તેનાં ભાવમાં સોમવારે વધુ રૂ. 10થી 15નો વધારો થયો હતો. જી-20 મગફળીમાંથી બનતા તેલનાં ભાવ વધી રહ્યાં હોવાથી મગફળીમાં લાવ-લાવની સ્થિતિ છે, પંરતુ સામે બજારમાં મોટી વેચવાલી નથી.

મગફળીનાં વેપારીઓ કહે છે કે, વર્તમાન બજારમાં આગામી દિવસોમાં સરેરાશ લેવાલી સારી રહેશે તો બજારમાં સુધારો આવશે. હાલ સારી ક્વોલિટીમાં મણે રૂ. 10થી 20નો વધારો હજી પણ થાય તેવી ધારણાં છે. અત્યારે લુઝનાં ભાવ સારા હોવાથી મગફળી ગમે તે ભાવથી વેચાણ થાય તેવી ધારણાં છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 02/01/2023 ને સોમવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 11763 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 830થી 1396 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 4000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1400 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 02/01/2023 ને સોમવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 6329 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 925થી 1401 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 3540 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1734 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 02/01/2023 ને સોમવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1734 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1450 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 02/01/2023 સોમવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1140 1375
અમરેલી 940 1353
કોડીનાર 1122 1269
સાવરકુંડલા 1100 1386
જેતપુર 971 1355
પોરબંદર 1055 1375
વિસાવદર 953 1371
મહુવા 1262 1428
ગોંડલ 830 1396
કાલાવડ 1050 1325
જુનાગઢ 1070 1464
જામજોધપુર 900 1400
ભાવનગર 1299 1349
માણાવદર 1410 1411
તળાજા 1150 1384
હળવદ 1075 1300
જામનગર 900 1335
ભેસાણ 850 1329
સલાલ 1200 1450

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 02/01/2023 સોમવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1120 1268
અમરેલી 1000 1300
કોડીનાર 1208 1432
સાવરકુંડલા 1080 1352
જસદણ 1125 1350
મહુવા 1199 1431
ગોંડલ 925 1401
કાલાવડ 1150 1315
જુનાગઢ 1050 1292
જામજોધપુર 950 1250
ઉપલેટા 1000 1321
ધોરાજી 950 1286
વાંકાનેર 1050 1476
જેતપુર 931 1296
તળાજા 1255 1565
ભાવનગર 1200 1570
રાજુલા 1000 1325
મોરબી 850 1498
જામનગર 1000 1400
બાબરા 1146 1304
બોટાદ 1000 1300
ખંભાળિયા 975 1481
પાલીતાણા 1180 1275
લાલપુર 1030 1277
ધ્રોલ 1000 1352
હિંમતનગર 1100 1734
પાલનપુર 1371 1435
તલોદ 1100 1410
મોડાસા 982 1414
ડિસા 1250 1400
ઇડર 1220 1601
ધનસૂરા 1000 1200
ધાનેરા 1250 1348
દીયોદર 1100 1380
કપડવંજ 1400 1500
ઇકબાલગઢ 1181 1437

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment