નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 1630, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

ખાદ્ય તેલ- તેલીબિયાં બજારમાં સરેરાશ ભાવ મજબૂત રહ્યાં હતાં. મગફળીની વેચવાલી એકદમ ઓછી છે, જેને પગલે બજારમાં સારા માલની તંગી હોવાથી ભાવમાં મણે રૂ.10થી 20નો સુધારો થયો હતો. આગામી દિવસોમાં મગફળીની બજારમાં વેચવાલી ઓછી આવશે તો બજારમાં ભાવ હજી થોડા સુધરી શકે છે.

મગફળીનાં વેપારીઓ કહે છે કે, દિવાળી સુધી બહુ મોટી માત્રામાં આવકો આવે તેવી સંભાવનાં હવે ઓછી દેખાય છે અને અત્યારે જે માલ આવે છે તેમાં હવાવાળો માલ વધારે આવે છે જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો તારીખ 04/10/2022 ને મંગળવારના રોજ હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 12227 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1050થી 1435 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 30851 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 870થી 1386 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો તારીખ 04/10/2022 ને મંગળવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 21100 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1101થી 1439 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 15065 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1200થી 1630 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 04/10/2022 ને મંગળવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1440 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1630 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 04/10/2022 મંગળવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 950 1340
અમરેલી 900 1301
કોડીનાર 751 1151
સાવરકુંડલા 1005 1351
જેતપુર 731 1321
વિસાવદર 890 1400
મહુવા 1160 1342
ગોંડલ 870 1386
કાલાવડ 1050 1300
જુનાગઢ 900 1290
જામજોધપુર 1000 1326
ભાવનગર 1225 1226
માણાવદર 1375 1376
તળાજા 1009 1275
હળવદ 1050 1435
જામનગર 1000 1275
ભેસાણ 900 1150
સલાલ 1140 1440

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 04/10/2022 મંગળવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1000 1360
અમરેલી 990 1275
કોડીનાર 938 1351
સાવરકુંડલા 995 1201
જસદણ 900 1360
મહુવા 941 1390
ગોંડલ 920 1396
કાલાવડ 1250 1398
જુનાગઢ 950 1425
જામજોધપુર 1000 1336
ઉપલેટા 800 1280
ધોરાજી 881 1146
વાંકાનેર 1151 1281
જેતપુર 830 1451
તળાજા 1100 1352
ભાવનગર 946 1382
રાજુલા 1050 1051
મોરબી 1050 1152
જામનગર 1050 1275
બાબરા 955 1045
ધારી 1000 1166
ખંભાળિયા 850 1121
લાલપુર 1055 1160
ધ્રોલ 1000 1100
હિંમતનગર 1200 1630
પાલનપુર 1100 1452
તલોદ 1250 1551
મોડાસા 1120 1526
ડિસા 1101 1439
ટિંટોઇ 1150 1309
ઇડર 1250 1594
ધાનેરા 1260 1318
ભીલડી 901 1171
થરા 1207 1311
દીયોદર 1070 1230
વડગામ 1181 1182
ઇકબાલગઢ 1070 1418
સતલાસણા 1052 1185

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment