ખાદ્ય તેલ- તેલીબિયાં બજારમાં સરેરાશ ભાવ મજબૂત રહ્યાં હતાં. મગફળીની વેચવાલી એકદમ ઓછી છે, જેને પગલે બજારમાં સારા માલની તંગી હોવાથી ભાવમાં મણે રૂ.10થી 20નો સુધારો થયો હતો. આગામી દિવસોમાં મગફળીની બજારમાં વેચવાલી ઓછી આવશે તો બજારમાં ભાવ હજી થોડા સુધરી શકે છે.
મગફળીનાં વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં મગફળીમાં હવાનું પ્રમાણ વધારે છે, પરિણામે તે પિલાણ મિલોને ચાલતી નથી. સરકારી મગફળી પણ રૂ. 6200 પ્રતિ ક્વિન્ટલનાં આસપાસના ભાવથી મળે છે. મિલો હવે નવી મગફળીની ખરીદી માટે પહેલી પસંદ કરી રહ્યાં છે. આગામી દિવસોમાં સુકો માલ આવશે તેમ બજારમાં લેવાલી આવી શકે છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 06/10/2022 ને ગુરુવારના હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 12942 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1101થી 1504 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 29686 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 875થી 1381 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 06/10/2022 ને ગુરુવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 22646 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1455 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 21850 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1300થી 1739 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 06/10/2022 ને ગુરુવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ હળવદ માર્કેટ યાર્ડમાં રૂ. 1504 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1739 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 06/10/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1000 | 1370 |
અમરેલી | 900 | 1330 |
કોડીનાર | 880 | 1072 |
સાવરકુંડલા | 1010 | 1356 |
જેતપુર | 731 | 1351 |
પોરબંદર | 960 | 1220 |
વિસાવદર | 865 | 1461 |
મહુવા | 875 | 1336 |
ગોંડલ | 875 | 1381 |
જુનાગઢ | 850 | 1366 |
જામજોધપુર | 1000 | 1326 |
ભાવનગર | 1256 | 1313 |
માણાવદર | 1375 | 1376 |
તળાજા | 815 | 1331 |
હળવદ | 1101 | 1504 |
જામનગર | 1000 | 1300 |
ભેસાણ | 900 | 1200 |
ધ્રોલ | 1301 | 1332 |
સલાલ | 1300 | 1500 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 06/10/2022 ગુરુવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1050 | 1350 |
અમરેલી | 900 | 1331 |
કોડીનાર | 1025 | 1401 |
સાવરકુંડલા | 1000 | 1271 |
જસદણ | 950 | 1365 |
મહુવા | 951 | 1256 |
ગોંડલ | 925 | 1421 |
જુનાગઢ | 930 | 1449 |
જામજોધપુર | 1000 | 1346 |
ઉપલેટા | 1050 | 1307 |
ધોરાજી | 926 | 1271 |
વાંકાનેર | 1121 | 1406 |
જેતપુર | 851 | 1451 |
તળાજા | 1100 | 1406 |
ભાવનગર | 900 | 1391 |
રાજુલા | 701 | 756 |
મોરબી | 980 | 1330 |
જામનગર | 1100 | 1540 |
બાબરા | 970 | 1000 |
ધારી | 1050 | 1155 |
ખંભાળિયા | 900 | 1201 |
લાલપુર | 1065 | 1200 |
ધ્રોલ | 1165 | 1215 |
હિંમતનગર | 1300 | 1739 |
પાલનપુર | 1100 | 1467 |
તલોદ | 1050 | 1591 |
મોડાસા | 1120 | 1600 |
ડિસા | 1100 | 1455 |
ટિટોઇ | 1101 | 1444 |
ઇડર | 1250 | 1635 |
ધનસૂરા | 1200 | 1300 |
ધાનેરા | 1236 | 1358 |
ભીલડી | 1050 | 1301 |
થરા | 1125 | 1302 |
દીયોદર | 1050 | 1255 |
વડગામ | 1120 | 1261 |
ઇકબાલગઢ | 1205 | 1396 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.