નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 1739, જાણો આજના મગફળીના બજારભાવ

ખાદ્ય તેલ- તેલીબિયાં બજારમાં સરેરાશ ભાવ મજબૂત રહ્યાં હતાં. મગફળીની વેચવાલી એકદમ ઓછી છે, જેને પગલે બજારમાં સારા માલની તંગી હોવાથી ભાવમાં મણે રૂ.10થી 20નો સુધારો થયો હતો. આગામી દિવસોમાં મગફળીની બજારમાં વેચવાલી ઓછી આવશે તો બજારમાં ભાવ હજી થોડા સુધરી શકે છે.

મગફળીનાં વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં મગફળીમાં હવાનું પ્રમાણ વધારે છે, પરિણામે તે પિલાણ મિલોને ચાલતી નથી. સરકારી મગફળી પણ રૂ. 6200 પ્રતિ ક્વિન્ટલનાં આસપાસના ભાવથી મળે છે. મિલો હવે નવી મગફળીની ખરીદી માટે પહેલી પસંદ કરી રહ્યાં છે. આગામી દિવસોમાં સુકો માલ આવશે તેમ બજારમાં લેવાલી આવી શકે છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 06/10/2022 ને ગુરુવારના હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 12942 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1101થી 1504 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 29686 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 875થી 1381 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 06/10/2022 ને ગુરુવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 22646 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1455 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 21850 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1300થી 1739 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 06/10/2022 ને ગુરુવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ હળવદ માર્કેટ યાર્ડમાં રૂ. 1504 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1739 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 06/10/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1000 1370
અમરેલી 900 1330
કોડીનાર 880 1072
સાવરકુંડલા 1010 1356
જેતપુર 731 1351
પોરબંદર 960 1220
વિસાવદર 865 1461
મહુવા 875 1336
ગોંડલ 875 1381
જુનાગઢ 850 1366
જામજોધપુર 1000 1326
ભાવનગર 1256 1313
માણાવદર 1375 1376
તળાજા 815 1331
હળવદ 1101 1504
જામનગર 1000 1300
ભેસાણ 900 1200
ધ્રોલ 1301 1332
સલાલ 1300 1500

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 06/10/2022 ગુરુવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1050 1350
અમરેલી 900 1331
કોડીનાર 1025 1401
સાવરકુંડલા 1000 1271
જસદણ 950 1365
મહુવા 951 1256
ગોંડલ 925 1421
જુનાગઢ 930 1449
જામજોધપુર 1000 1346
ઉપલેટા 1050 1307
ધોરાજી 926 1271
વાંકાનેર 1121 1406
જેતપુર 851 1451
તળાજા 1100 1406
ભાવનગર 900 1391
રાજુલા 701 756
મોરબી 980 1330
જામનગર 1100 1540
બાબરા 970 1000
ધારી 1050 1155
ખંભાળિયા 900 1201
લાલપુર 1065 1200
ધ્રોલ 1165 1215
હિંમતનગર 1300 1739
પાલનપુર 1100 1467
તલોદ 1050 1591
મોડાસા 1120 1600
ડિસા 1100 1455
ટિટોઇ 1101 1444
ઇડર 1250 1635
ધનસૂરા 1200 1300
ધાનેરા 1236 1358
ભીલડી 1050 1301
થરા 1125 1302
દીયોદર 1050 1255
વડગામ 1120 1261
ઇકબાલગઢ 1205 1396

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *