મગફળીની બજારમાં મિશ્ર માહોલ જોવા મળ્યો હતો. સરેરાશ મગફળીની બજારમાં વર્તમાન સંજોગોમાં વેચવાલી એકદમ ઓછી છે અને ખાસ કરીને સારી ક્વોલિટીની મગફળીની આવકો ઓછી હોવાથી બજારનો ટોન હાલ પૂરતો સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.
મગફળીનાં વેપારીઓ કહે છેકે તમામ સેન્ટરમાં આવકો ઓછી છે. લગ્નગાળાની સિઝન 12મી ડિસેમ્બરે પૂરી થયા બાદ મગફળીની આવકોમાં જો અત્યારની તુલનાએ વધારો ન થાય તો સમજવું કે મગફળીનો પાક બહુ ઓછો છે. ઉત્તર ગુજરાતમાં તો સિઝન હવે પૂરી થવા જ આવી છે અને કોઈ સેન્ટરમાં હવે આવકો વધે તેવા ચાન્સ નથી. ડીસામાં મોટા ભાગનો માલ બજારમાં આવી ગયો છે. આગામી દિવસોમાં મગફળીની બજારનો આધાર તેલ ઉપર પણ રહેલો છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 06/12/2022 ને મંગળવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 18183 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 800થી 1301 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 2925 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1130થી 1415 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 06/12/2022 ને મંગળવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 8086 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1271 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 14740 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1730 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 06/12/2022 ને મંગળવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1450 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ તળાજા માર્કેટ યાર્ડમાં રૂ. 1900 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 06/12/2022 મંગળવારના જાડી મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1070 | 1315 |
| અમરેલી | 920 | 1324 |
| સાવરકુંડલા | 1115 | 1301 |
| જેતપુર | 971 | 1336 |
| પોરબંદર | 1045 | 1195 |
| વિસાવદર | 873 | 1311 |
| મહુવા | 1112 | 1400 |
| ગોંડલ | 800 | 1301 |
| કાલાવડ | 1050 | 1325 |
| જુનાગઢ | 1000 | 1323 |
| જામજોધપુર | 850 | 1240 |
| ભાવનગર | 1211 | 1286 |
| માણાવદર | 1305 | 1306 |
| તળાજા | 1005 | 1285 |
| હળવદ | 1130 | 1415 |
| જામનગર | 900 | 1245 |
| ભેસાણ | 900 | 1216 |
| ખેડબ્રહ્મા | 1101 | 1101 |
| સલાલ | 1200 | 1450 |
| દાહોદ | 1160 | 1200 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 06/12/2022 મંગળવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1080 | 1225 |
| અમરેલી | 800 | 1230 |
| સાવરકુંડલા | 1080 | 1351 |
| જસદણ | 1050 | 1305 |
| મહુવા | 800 | 1290 |
| ગોંડલ | 900 | 1271 |
| કાલાવડ | 1150 | 1340 |
| જુનાગઢ | 1075 | 1205 |
| જામજોધપુર | 800 | 1150 |
| ઉપલેટા | 1055 | 1240 |
| ધોરાજી | 856 | 1201 |
| વાંકાનેર | 800 | 1364 |
| જેતપુર | 951 | 1290 |
| તળાજા | 1235 | 1900 |
| ભાવનગર | 1100 | 1895 |
| રાજુલા | 900 | 1226 |
| મોરબી | 951 | 1435 |
| જામનગર | 1000 | 1625 |
| બાબરા | 1142 | 1238 |
| બોટાદ | 1000 | 1200 |
| ધારી | 1010 | 1220 |
| ખંભાળિયા | 990 | 1251 |
| પાલીતાણા | 1101 | 1224 |
| લાલપુર | 800 | 1143 |
| ધ્રોલ | 980 | 1262 |
| હિંમતનગર | 1100 | 1730 |
| પાલનપુર | 1106 | 1364 |
| તલોદ | 1050 | 1600 |
| મોડાસા | 1000 | 1516 |
| ડિસા | 1131 | 1325 |
| ઇડર | 1250 | 1736 |
| ધનસૂરા | 1000 | 1200 |
| ધાનેરા | 1150 | 1280 |
| ભીલડી | 1121 | 1290 |
| થરા | 1150 | 1283 |
| દીયોદર | 1100 | 1280 |
| માણસા | 1225 | 1311 |
| વડગામ | 1151 | 1289 |
| કપડવંજ | 900 | 1200 |
| શિહોરી | 1091 | 1195 |
| ઇકબાલગઢ | 1121 | 1290 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.










