નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1900, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં મિશ્ર માહોલ જોવા મળ્યો હતો. સરેરાશ મગફળીની બજારમાં વર્તમાન સંજોગોમાં વેચવાલી એકદમ ઓછી છે અને ખાસ કરીને સારી ક્વોલિટીની મગફળીની આવકો ઓછી હોવાથી બજારનો ટોન હાલ પૂરતો સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.

મગફળીનાં વેપારીઓ કહે છેકે તમામ સેન્ટરમાં આવકો ઓછી છે. લગ્નગાળાની સિઝન 12મી ડિસેમ્બરે પૂરી થયા બાદ મગફળીની આવકોમાં જો અત્યારની તુલનાએ વધારો ન થાય તો સમજવું કે મગફળીનો પાક બહુ ઓછો છે. ઉત્તર ગુજરાતમાં તો સિઝન હવે પૂરી થવા જ આવી છે અને કોઈ સેન્ટરમાં હવે આવકો વધે તેવા ચાન્સ નથી. ડીસામાં મોટા ભાગનો માલ બજારમાં આવી ગયો છે. આગામી દિવસોમાં મગફળીની બજારનો આધાર તેલ ઉપર પણ રહેલો છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 06/12/2022 ને મંગળવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 18183 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 800થી 1301 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 2925 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1130થી 1415 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 06/12/2022 ને મંગળવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 8086 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ.  900થી 1271 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 14740 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1730 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 06/12/2022 ને મંગળવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1450 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ તળાજા માર્કેટ યાર્ડમાં રૂ. 1900 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 06/12/2022 મંગળવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1070 1315
અમરેલી 920 1324
સાવરકુંડલા 1115 1301
જેતપુર 971 1336
પોરબંદર 1045 1195
વિસાવદર 873 1311
મહુવા 1112 1400
ગોંડલ 800 1301
કાલાવડ 1050 1325
જુનાગઢ 1000 1323
જામજોધપુર 850 1240
ભાવનગર 1211 1286
માણાવદર 1305 1306
તળાજા 1005 1285
હળવદ 1130 1415
જામનગર 900 1245
ભેસાણ 900 1216
ખેડબ્રહ્મા 1101 1101
સલાલ 1200 1450
દાહોદ 1160 1200

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 06/12/2022 મંગળવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1080 1225
અમરેલી 800 1230
સાવરકુંડલા 1080 1351
જસદણ 1050 1305
મહુવા 800 1290
ગોંડલ 900 1271
કાલાવડ 1150 1340
જુનાગઢ 1075 1205
જામજોધપુર 800 1150
ઉપલેટા 1055 1240
ધોરાજી 856 1201
વાંકાનેર 800 1364
જેતપુર 951 1290
તળાજા 1235 1900
ભાવનગર 1100 1895
રાજુલા 900 1226
મોરબી 951 1435
જામનગર 1000 1625
બાબરા 1142 1238
બોટાદ 1000 1200
ધારી 1010 1220
ખંભાળિયા 990 1251
પાલીતાણા 1101 1224
લાલપુર 800 1143
ધ્રોલ 980 1262
હિંમતનગર 1100 1730
પાલનપુર 1106 1364
તલોદ 1050 1600
મોડાસા 1000 1516
ડિસા 1131 1325
ઇડર 1250 1736
ધનસૂરા 1000 1200
ધાનેરા 1150 1280
ભીલડી 1121 1290
થરા 1150 1283
દીયોદર 1100 1280
માણસા 1225 1311
વડગામ 1151 1289
કપડવંજ 900 1200
શિહોરી 1091 1195
ઇકબાલગઢ 1121 1290

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment