નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 1741, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં મજબૂતાઈ યથાવત છે. ગુજરાતમાં વરસાદી વાતાવરણને કારણે મગફળીની આવકો ઘટી છે. ગોંડલમાં પણ નવી આવકો ઘટતા 25 ટકા જેવી આવકો ઘટી હતી. સરેરાશ આવકો ઓછી અને સામે લેવાલી સારી હોવાથી મગફળીની બજારમાં મણે રૂ. 10થી 20નો સુધાર થયો હતો. હિંમતનગરમાં દાણાબર સારી મગફળીનાં અમુક વકલ રૂ. 1741 સુધીમાં વેચાણ થયાં હતાં.

ગોંડલનાં મગફળી બ્રોકરે જણાવ્યું હતું કે, હાલનાં સંજોગોમાં બજારમાં લેવાલી સારી છે. વળી આ વર્ષે સિઝનની જે મગફળી અત્યાર સુધીમાં આવી તેમાંથી 50 ટકા માલ દાણાબરમાં ગયો છે, જે ગત વર્ષે દશેક ટકા માંડ ગયો હતો. આમ આ વર્ષે દાણાબર અને પિલાણ બંને વાળાની માંગ સારી હોવાથી ઊઘડતી સિઝને જ બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 07/10/2022 ને શુક્રવારના હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 12841 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1101થી 1485 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 34503 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1436 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 07/10/2022 ને શુક્રવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 25591 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1101થી 1510 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 18695 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1300થી 1741 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 07/10/2022 ને શુક્રવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1550 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1741 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 07/10/2022 શુક્રવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1000 1370
અમરેલી 805 1358
કોડીનાર 960 1196
સાવરકુંડલા 980 1351
જેતપુર 741 1246
પોરબંદર 1125 1126
વિસાવદર 903 1481
મહુવા 1000 1414
ગોંડલ 900 1436
કાલાવડ 1250 1325
જુનાગઢ 900 1384
જામજોધપુર 1000 1340
ભાવનગર 1225 1335
માણાવદર 1375 1376
તળાજા 800 1337
હળવદ 1101 1485
ભેસાણ 900 1232
ધ્રોલ 1240 1360
સલાલ 1300 1550
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 07/10/2022 શુક્રવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1050 1375
અમરેલી 900 1330
કોડીનાર 970 1406
સાવરકુંડલા 965 1285
જસદણ 900 1385
મહુવા 1042 1362
ગોંડલ 940 1496
કાલાવડ 1150 1500
જુનાગઢ 950 1504
જામજોધપુર 1000 1350
ઉપલેટા 825 1260
ધોરાજી 851 1236
વાંકાનેર 1000 1404
જેતપુર 856 1471
તળાજા 1100 1375
ભાવનગર 1000 1379
રાજુલા 800 1057
મોરબી 1050 1242
બાબરા 975 1185
ધારી 930 931
ખંભાળિયા 900 1130
લાલપુર 1180 1181
ધ્રોલ 1080 1220
હિંમતનગર 1300 1741
પાલનપુર 1134 1444
તલોદ 1250 1651
મોડાસા 1120 1561
ડિસા 1101 1510
ટિંટોઇ 1201 1470
ઇડર 1300 1641
ધનસૂરા 1200 1300
ધાનેરા 1251 1408
ભીલડી 950 1320
થરા 1100 1276
દીયોદર 1030 1280
ઇકબાલગઢ 1311 1439
સતલાસણા 1052 1180

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment