નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1950, જાણો આજના મગફળીના બજારભાવ

ખાદ્યતેલ બજારો ઘટી રહ્યાં હોવાથી મગફળીની બજારમાં પણ સરેરાશ નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ વર્તમાન સંજોગોમા બજારમાં વેચવાલી પ્રમાણમાં ઓછી છે, જેને પગલે આગામી દિવસોમાં બજારનો આધાર સીંગતેલ અને ખોળની બજાર ઉપર વધારે રહેલો છે.

ગોંડલમાં આજે વેપારો અને આવકો સારી હોવા છત્તા સરેરાશ ભાવ ટકેલા રહ્યાં હતાં. અન્ય સેન્ટરોમાં પણ બજારો થોડા ડાઉન હતાં. અમુક ક્વોલિટીમાં બજારો રૂ.10 મણે ઘટ્યાં હતાં. દેવદિવાળી હોવાથી પીઠાઓમાં આવકો પણ ઓછી જોવા મળી હતી.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 09/11/2022 ને બુધવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 27711 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 825થી 1311 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 13210 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1418 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 09/11/2022 ને બુધવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 51501 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1151થી 1430 સુધીના બોલાયા હતાં. જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 50257 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1472 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 09/11/2022 ને બુધવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ વિસાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1596 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1950 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 09/11/2022 બુધવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1070 1317
અમરેલી 825 1251
કોડીનાર 1122 1240
સાવરકુંડલા 1180 1280
જેતપુર 931 1301
પોરબંદર 1080 1200
વિસાવદર 882 1596
મહુવા 1260 1437
ગોંડલ 825 1311
કાલાવડ 1050 1277
જુનાગઢ 1100 1280
જામજોધપુર 1000 1260
ભાવનગર 1040 1242
માણાવદર 1300 1301
તળાજા 1050 1300
હળવદ 1100 1418
જામનગર 950 1255
ભેસાણ 900 1300
ધ્રોલ 1110 1305
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 09/11/2022 બુધવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1050 1265
અમરેલી 950 1233
કોડીનાર 1132 1324
સાવરકુંડલા 1090 1342
જસદણ 1050 1301
મહુવા 1100 1300
ગોંડલ 920 1341
કાલાવડ 1150 1692
જુનાગઢ 1050 1250
જામજોધપુર 1000 1400
ઉપલેટા 1070 1228
ધોરાજી 996 1226
વાંકાનેર 900 1142
જેતપુર 956 1691
તળાજા 1288 1700
ભાવનગર 1100 1771
રાજુલા 1051 1212
મોરબી 1000 1550
જામનગર 1000 1950
બાબરા 1172 1252
બોટાદ 1000 1180
ધારી 935 1250
ખંભાળિયા 1000 1435
પાલીતાણા 1140 1200
લાલપુર 1067 1180
ધ્રોલ 1020 1222
હિંમતનગર 1100 1780
પાલનપુર 1100 1472
તલોદ 1150 1510
મોડાસા 1000 1530
ડિસા 1151 1430
ઇડર 1250 1646
ધનસૂરા 1000 1200
ધાનેરા 1080 1333
ભીલડી 1000 1281
થરા 1141 1331
દીયોદર 1100 1270
વીસનગર 1100 1260
માણસા 1001 1258
વડગામ 1150 1311
શિહોરી 1180 1305
સતલાસણા 1100 1400
લાખાણી 1200 1315

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *