નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 2000, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

ખાદ્યતેલ બજારો ઘટી રહ્યાં હોવાથી મગફળીની બજારમાં પણ સરેરાશ નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે પરંતુ વર્તમાન સંજોગોમા બજારમાં વેચવાલી પ્રમાણમાં ઓછી છે, જેને પગલે આગામી દિવસોમાં બજારનો આધાર સીંગતેલ અને ખોળની બજાર ઉપર વધારે રહેલો છે.

ગોંડલમાં આજે વેપારો અને આવકો સારી હોવા છત્તા સરેરાશ ભાવ ટકેલા રહ્યાં હતાં. અન્ય સેન્ટરોમાં પણ બજારો થોડા ડાઉન હતાં. અમુક ક્વોલિટીમાં બજારો રૂ.10 મણે ઘટ્યાં હતાં. દેવદિવાળી હોવાથી પીઠાઓમાં આવકો પણ ઓછી જોવા મળી હતી.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 10/11/2022 ને ગુરુવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 24143 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 810થી 1281 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 9515 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1101થી 1444 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 10/11/2022 ને ગુરુવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 47614 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1380 સુધીના બોલાયા હતાં. જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 31401 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1070થી 1451 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 10/11/2022 ને ગુરુવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ વિસાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1491 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 2000 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 10/11/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1070 1255
અમરેલી 825 1260
કોડીનાર 1092 1206
સાવરકુંડલા 1150 1326
જેતપુર 850 1261
પોરબંદર 1085 1165
વિસાવદર 875 1491
મહુવા 1101 1396
ગોંડલ 810 1281
કાલાવડ 1050 1281
જુનાગઢ 1050 1305
જામજોધપુર 950 1250
ભાવનગર 1155 1255
માણાવદર 1300 1301
તળાજા 1050 1245
હળવદ 1101 1444
જામનગર 900 1275
ભેસાણ 900 1340
ધ્રોલ 1100 1300
સલાલ 1200 1450
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 10/11/2022 ગુરુવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1050 1255
અમરેલી 1000 1366
કોડીનાર 1098 1263
સાવરકુંડલા 1120 1290
જસદણ 1000 1260
મહુવા 1170 1250
ગોંડલ 900 1316
કાલાવડ 1150 1326
જુનાગઢ 1025 1211
જામજોધપુર 950 1230
ઉપલેટા 1000 1192
ધોરાજી 996 1276
વાંકાનેર 900 1369
જેતપુર 950 1636
તળાજા 1255 1480
ભાવનગર 1101 1726
રાજુલા 1090 1215
મોરબી 973 1421
જામનગર 1000 2000
બાબરા 1174 1226
બોટાદ 980 1185
ધારી 1100 1250
ખંભાળિયા 1000 1506
પાલીતાણા 1131 1190
લાલપુર 1100 1780
ધ્રોલ 1020 1247
હિંમતનગર 1100 1692
પાલનપુર 1070 1451
તલોદ 1035 1545
મોડાસા 1000 1541
ડિસા 1100 1380
ટિંટોઇ 1001 1380
ઇડર 1250 1658
ધનસૂરા 1000 1200
ધાનેરા 1070 1300
ભીલડી 1050 1260
થરા 1141 1291
દીયોદર 1050 1250
વીસનગર 1050 1300
માણસા 1111 1270
વડગામ 1170 1265
શિહોરી 1111 1252
ઇકબાલગઢ 1100 1400
સતલાસણા 1100 1350
લાખાણી 1100 1237

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment