મગફળીની બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. શનિવારે સૌરાષ્ટ્રનાં પીઠાઓમાં ખાસ આવકો થતી નથી અને બીજી તરફ સીંગદાણમાં બજારો સારા હોવાથી મગફળીનાં ભાવ ટકેલા રહ્યાં હતાં. આગામી દિવસોમાં મગફળીની બજારમાં સરેરાશ લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.
મગફળીનાં અગ્રણી બ્રોકરો કહે છે કે, હવે આવકો વધવાનાં ચાન્સ નથી અને જે આવકો થાય છે તેમાં પણ સારા માલની આવકો દિવસે-દિવસે ઘટી રહી છે જેને પગલે આગામી દિવસોમાં કદાચ સારા માલનાં ભાવ ઊંચા રહે તેવી ધારણાં છે. નબળા માલમાં આવકો છે અને તેમા ખાસ વેપારો નથી.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ તારીખ 10/12/2022 ને શનિવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 13057 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 800થી 1316 સુધીના બોલાયા હતાં. જ્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 16000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1070થી 1320 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 10/12/2022 ને શનિવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 20857 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1090થી 1225 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 12190 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1700 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 10/12/2022 ને શનિવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ હળવદ માર્કેટ યાર્ડમાં રૂ. 1503 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1771 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 10/12/2022 શનિવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1070 | 1320 |
અમરેલી | 1048 | 1285 |
કોડીનાર | 1092 | 1245 |
સાવરકુંડલા | 1151 | 1305 |
જેતપુર | 961 | 1321 |
પોરબંદર | 1000 | 1215 |
વિસાવદર | 891 | 1301 |
મહુવા | 1151 | 1380 |
ગોંડલ | 800 | 1316 |
કાલાવડ | 1050 | 1315 |
જુનાગઢ | 1050 | 1338 |
જામજોધપુર | 850 | 1245 |
ભાવનગર | 1251 | 1312 |
માણાવદર | 1305 | 1306 |
તળાજા | 900 | 1314 |
હળવદ | 1101 | 1503 |
જામનગર | 900 | 1220 |
ભેસાણ | 900 | 1240 |
ખેડબ્રહ્મા | 1050 | 1050 |
સલાલ | 1150 | 1450 |
દાહોદ | 1160 | 1200 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 10/12/2022 શનિવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1090 | 1225 |
અમરેલી | 875 | 1226 |
કોડીનાર | 1129 | 1324 |
સાવરકુંડલા | 1100 | 1271 |
જસદણ | 1050 | 1305 |
મહુવા | 1122 | 1132 |
ગોંડલ | 915 | 1296 |
કાલાવડ | 1100 | 1246 |
જુનાગઢ | 950 | 1200 |
જામજોધપુર | 900 | 1400 |
ઉપલેટા | 1026 | 1230 |
ધોરાજી | 661 | 1216 |
વાંકાનેર | 825 | 1427 |
જેતપુર | 921 | 1261 |
તળાજા | 1200 | 1690 |
ભાવનગર | 1135 | 1771 |
રાજુલા | 1000 | 1225 |
મોરબી | 901 | 1393 |
જામનગર | 1000 | 1595 |
બાબરા | 1134 | 1256 |
બોટાદ | 1000 | 1230 |
ધારી | 1135 | 1237 |
ખંભાળિયા | 950 | 1268 |
પાલીતાણા | 1118 | 1230 |
લાલપુર | 1040 | 1140 |
ધ્રોલ | 975 | 1217 |
હિંમતનગર | 1100 | 1700 |
પાલનપુર | 1125 | 1364 |
તલોદ | 930 | 1645 |
મોડાસા | 1000 | 1550 |
ડિસા | 1161 | 1341 |
ઇડર | 1245 | 1666 |
ધનસૂરા | 1000 | 1200 |
ધાનેરા | 1140 | 1300 |
ભીલડી | 1150 | 1317 |
દીયોદર | 1100 | 1265 |
માણસા | 1100 | 1331 |
વડગામ | 1121 | 1286 |
કપડવંજ | 900 | 1200 |
શિહોરી | 1101 | 1285 |
ઇકબાલગઢ | 1100 | 1239 |
લાખાણી | 1191 | 1221 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.