આજે નવી મગફળીમાં રેકોર્ડ બ્રેક ભાવ, જાણો આજના મગફળીના બજાર ભાવ

 

મગફળીની બજારમાં ભાવ અથડાય રહ્યાં છે. શનિવારે સૌરાષ્ટ્રનાં પીઠાઓમાં ખાસ આવકો થતી નથી અને બીજી તરફ સીંગદાણમાં બજારો સારા હોવાથી મગફળીનાં ભાવ ટકેલા રહ્યાં હતાં. આગામી દિવસોમાં મગફળીની બજારમાં સરેરાશ લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે.

મગફળીનાં અગ્રણી બ્રોકરો કહે છે કે, હવે આવકો વધવાનાં ચાન્સ નથી અને જે આવકો થાય છે તેમાં પણ સારા માલની આવકો દિવસે-દિવસે ઘટી રહી છે જેને પગલે આગામી દિવસોમાં કદાચ સારા માલનાં ભાવ ઊંચા રહે તેવી ધારણાં છે. નબળા માલમાં આવકો છે અને તેમા ખાસ વેપારો નથી.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ તારીખ 10/12/2022 ને શનિવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 13057 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 800થી 1316 સુધીના બોલાયા હતાં. જ્યારે રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 16000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1070થી 1320 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 10/12/2022 ને શનિવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 20857 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ.  1090થી 1225 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 12190 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1700 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 10/12/2022 ને શનિવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ હળવદ માર્કેટ યાર્ડમાં રૂ. 1503 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1771 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 10/12/2022 શનિવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1070 1320
અમરેલી 1048 1285
કોડીનાર 1092 1245
સાવરકુંડલા 1151 1305
જેતપુર 961 1321
પોરબંદર 1000 1215
વિસાવદર 891 1301
મહુવા 1151 1380
ગોંડલ 800 1316
કાલાવડ 1050 1315
જુનાગઢ 1050 1338
જામજોધપુર 850 1245
ભાવનગર 1251 1312
માણાવદર 1305 1306
તળાજા 900 1314
હળવદ 1101 1503
જામનગર 900 1220
ભેસાણ 900 1240
ખેડબ્રહ્મા 1050 1050
સલાલ 1150 1450
દાહોદ 1160 1200

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 10/12/2022 શનિવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1090 1225
અમરેલી 875 1226
કોડીનાર 1129 1324
સાવરકુંડલા 1100 1271
જસદણ 1050 1305
મહુવા 1122 1132
ગોંડલ 915 1296
કાલાવડ 1100 1246
જુનાગઢ 950 1200
જામજોધપુર 900 1400
ઉપલેટા 1026 1230
ધોરાજી 661 1216
વાંકાનેર 825 1427
જેતપુર 921 1261
તળાજા 1200 1690
ભાવનગર 1135 1771
રાજુલા 1000 1225
મોરબી 901 1393
જામનગર 1000 1595
બાબરા 1134 1256
બોટાદ 1000 1230
ધારી 1135 1237
ખંભાળિયા 950 1268
પાલીતાણા 1118 1230
લાલપુર 1040 1140
ધ્રોલ 975 1217
હિંમતનગર 1100 1700
પાલનપુર 1125 1364
તલોદ 930 1645
મોડાસા 1000 1550
ડિસા 1161 1341
ઇડર 1245 1666
ધનસૂરા 1000 1200
ધાનેરા 1140 1300
ભીલડી 1150 1317
દીયોદર 1100 1265
માણસા 1100 1331
વડગામ 1121 1286
કપડવંજ 900 1200
શિહોરી 1101 1285
ઇકબાલગઢ 1100 1239
લાખાણી 1191 1221

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *