નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો ઉંચો ભાવ રૂ. 1686, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં આવકો વધી રહી છે. સીંગદાણા અને સીંગતેલની બજારો નરમ હોવાથી મગફળીનાં ભાવમાં પણ ઘટાડો ગમે ત્યારે થાય તેવી પૂરી સંભાવનાં છે. અત્યારે સારા અને સુકા માલની ડીમાન્ડ સારી છે.

ભાવનગરનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે, ભાવનગરમાં સારા માલમાં રૂ. 1700નાં ભાવ હતાં. જી-૯ ક્વોલિટીની મગફળી આવી હતી જેમાં આટલા ઊચા ભાવ હતાં. એ સિવાય સેરારશ 1500થી 2000 બોરીની આવક થાય છે. પાછોતરા વરસાદથી આ વિસ્તારમાં ખાસ કોઈ પાકને નુકસાન થયું નથી અને પાથરામાં થોડું નુકસાન છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ ગઈ કાલે તારીખ 12/10/2022 ને બુધવારના હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 21350 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1150થી 1500 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 27211 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1461 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 12/10/2022 ને બુધવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 39039 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1111થી 1436 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 20755 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1200થી 1634 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 12/10/2022 ને બુધવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1600 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1686 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 12/10/2022 બુધવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1030 1346
અમરેલી 900 1350
કોડીનાર 900 1242
જેતપુર 716 1361
પોરબંદર 1330 1335
વિસાવદર 884 1496
મહુવા 925 1436
ગોંડલ 900 1461
કાલાવડ 1150 1324
જુનાગઢ 950 1348
જામજોધપુર 1000 1325
ભાવનગર 1100 1338
માણાવદર 1375 1380
તળાજા 900 1346
હળવદ 1150 1500
જામનગર 1000 1280
ભેસાણ 900 1220
સલાલ 1300 1600
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 12/10/2022 બુધવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1010 1360
અમરેલી 965 1335
કોડીનાર 911 1360
જસદણ 900 1350
મહુવા 952 1398
ગોંડલ 925 1546
કાલાવડ 1250 1526
જુનાગઢ 1000 1458
જામજોધપુર 1000 1346
ઉપલેટા 1125 1305
ધોરાજી 1001 1231
વાંકાનેર 1141 1469
જેતપુર 846 1531
તળાજા 1150 1509
ભાવનગર 1000 1686
રાજુલા 900 1222
મોરબી 1040 1373
જામનગર 1100 1420
બાબરા 985 1165
ધારી 895 1175
ખંભાળિયા 955 1270
ધ્રોલ 1100 1310
હિંમતનગર 1200 1634
પાલનપુર 1086 1550
તલોદ 1180 1651
મોડાસા 1150 1580
ડિસા 1111 1436
ટિંટોઇ 1180 1480
ઇડર 1300 1655
ધાનેરા 1110 1400
ભીલડી 1000 1414
થરા 1250 1430
દીયોદર 1000 1400
વડગામ 1155 1401
શિહોરી 1150 1365
ઇકબાલગઢ 1184 1401
સતલાસણા 1050 1331
લાખાણી 1200 1300

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment