સીંગતેલની બજારો વધવા લાગી હોવાથી મગફળીની બજારમાં પણ સુધારો હતો, જોકે મગફળીમાં પણ માત્ર જી- 20 ક્વોલિટી કે જેમાં તેલની ટકાવારી સારી હોય તેનાં જ ભાવમાં મણે રૂ.15થી 20નો સુધારો હતો. બીટી-32, કાદરીનાં ભાવમાં તો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ખાદ્યતેલની બજારો વધશે નહી તો મગફળીની બજારો વધતી અટકી શકે છે.
મગફળીનાં એક વેપારીએ જણાવ્યું હતું કે હાલ જી-20 મગફળીની માંગ સારી છે અને એક કોર્પોરેટ ગ્રૂપની પણ લેવાલી આ જ ક્વોલિટીની મગફળીમાં છે. આ ગ્રૂપની ખરીદીની શરતો આકરી હોવાથી ખાસ વેપારો નથી, પંરતુ ભાવ ઊંચા છે. રાજકોટ-કુવાડવા ડિલીવરીમાં રૂ. 1340નાં ભાવ આજે કાઢ્યાં હતાં.
આ પણ વાંચો: આજના કપાસના બજાર ભાવ જાણવા અહીં ક્લિક કરો.
જામનગર-ગોંડલ અને રાજકોટનાં અનેક બ્રોકરો કહે છે કે મોટી કંપનીઓ હોવાથી મુંબઈથી પૈસાનો વહિવટ થાય છે અને ક્વોલિટીને લઈને માથાકુટ વધારે થઈ શકે છે પરિણામે કોઈ વેપારો કરવા માંગતુ નથી. અમુક પસંદગીનાં બ્રોકરો જ આ કંપની સાથે વેપારો કરી રહ્યાં છે. આ કંપની ખાદ્યતેલ બનાવવા કે પોતાનાં સ્ટોરની જરૂરિયાતને ધ્યાનમાં રાખને મગફળીની ખરીદી કરી રહ્યું છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 14/12/2022 ને બુધવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 15763 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 800થી 1316 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 6500 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1330 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 14/12/2022 ને બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 18571 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1080થી 1220 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 15080 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1681 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 14/12/2022 ને બુધવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1450 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1681 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 14/12/2022 બુધવારના જાડી મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1090 | 1340 |
| અમરેલી | 800 | 1309 |
| કોડીનાર | 1115 | 1250 |
| સાવરકુંડલા | 1251 | 1330 |
| જેતપુર | 981 | 1336 |
| પોરબંદર | 1050 | 1250 |
| વિસાવદર | 883 | 1321 |
| મહુવા | 1256 | 1401 |
| ગોંડલ | 800 | 1316 |
| કાલાવડ | 1050 | 1327 |
| જુનાગઢ | 950 | 1303 |
| જમાજોધપુર | 900 | 1330 |
| ભાવનગર | 1249 | 1315 |
| માણાવદર | 1330 | 1335 |
| તળાજા | 1061 | 1350 |
| હળવદ | 1050 | 1364 |
| જામનગર | 900 | 1275 |
| ભેસાણ | 900 | 1248 |
| ખેડબ્રહ્મા | 1110 | 1110 |
| સલાલ | 1100 | 1450 |
| દાહોદ | 1160 | 1200 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 14/12/2022 બુધવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1080 | 1220 |
| અમરેલી | 1090 | 1248 |
| કોડીનાર | 1140 | 1375 |
| સાવરકુંડલા | 1100 | 1201 |
| જસદણ | 1100 | 1310 |
| મહુવા | 1067 | 1314 |
| ગોંડલ | 900 | 1276 |
| કાલાવડ | 1150 | 1250 |
| જુનાગઢ | 1000 | 1246 |
| જામજોધપુર | 950 | 1220 |
| ઉપલેટા | 1050 | 1311 |
| ધોરાજી | 921 | 1251 |
| વાંકાનેર | 950 | 1470 |
| જેતપુર | 961 | 1321 |
| તળાજા | 1250 | 1610 |
| ભાવનગર | 1125 | 1608 |
| રાજુલા | 800 | 1180 |
| મોરબી | 810 | 1466 |
| જામનગર | 1000 | 1555 |
| બાબરા | 1140 | 1250 |
| બોટાદ | 980 | 1220 |
| ધારી | 1159 | 1251 |
| ખંભાળિયા | 900 | 1351 |
| પાલીતાણા | 1121 | 1226 |
| લાલપુર | 900 | 1190 |
| ધ્રોલ | 960 | 1281 |
| હિંમતનગર | 1100 | 1681 |
| પાલનપુર | 1177 | 1353 |
| તલોદ | 1050 | 1635 |
| મોડાસા | 1000 | 1502 |
| ડિસા | 1141 | 1314 |
| ટિંટોઇ | 1010 | 1420 |
| ઇડર | 1250 | 1669 |
| ધનસૂરા | 1000 | 1200 |
| ધાનેરા | 1200 | 1341 |
| ભીલડી | 1100 | 1315 |
| દીયોદર | 1100 | 1269 |
| વીસનગર | 1071 | 1190 |
| માણસા | 1201 | 1250 |
| કપડવંજ | 900 | 1200 |
| શિહોરી | 1170 | 1290 |
| ઇકબાલગઢ | 1239 | 1240 |
| સતલાસણા | 1000 | 1228 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.










