નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1681, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

સીંગતેલની બજારો વધવા લાગી હોવાથી મગફળીની બજારમાં પણ સુધારો હતો, જોકે મગફળીમાં પણ માત્ર જી- 20 ક્વોલિટી કે જેમાં તેલની ટકાવારી સારી હોય તેનાં જ ભાવમાં મણે રૂ.15થી 20નો સુધારો હતો. બીટી-32, કાદરીનાં ભાવમાં તો ઘટાડો થયો હતો. આગામી દિવસોમાં ખાદ્યતેલની બજારો વધશે નહી તો મગફળીની બજારો વધતી અટકી શકે છે.

મગફળીનાં એક વેપારીએ જણાવ્યું હતું કે હાલ જી-20 મગફળીની માંગ સારી છે અને એક કોર્પોરેટ ગ્રૂપની પણ લેવાલી આ જ ક્વોલિટીની મગફળીમાં છે. આ ગ્રૂપની ખરીદીની શરતો આકરી હોવાથી ખાસ વેપારો નથી, પંરતુ ભાવ ઊંચા છે. રાજકોટ-કુવાડવા ડિલીવરીમાં રૂ. 1340નાં ભાવ આજે કાઢ્યાં હતાં.

આ પણ વાંચો: આજના કપાસના બજાર ભાવ જાણવા અહીં ક્લિક કરો.

જામનગર-ગોંડલ અને રાજકોટનાં અનેક બ્રોકરો કહે છે કે મોટી કંપનીઓ હોવાથી મુંબઈથી પૈસાનો વહિવટ થાય છે અને ક્વોલિટીને લઈને માથાકુટ વધારે થઈ શકે છે પરિણામે કોઈ વેપારો કરવા માંગતુ નથી. અમુક પસંદગીનાં બ્રોકરો જ આ કંપની સાથે વેપારો કરી રહ્યાં છે. આ કંપની ખાદ્યતેલ બનાવવા કે પોતાનાં સ્ટોરની જરૂરિયાતને ધ્યાનમાં રાખને મગફળીની ખરીદી કરી રહ્યું છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 14/12/2022 ને બુધવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 15763 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 800થી 1316 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 6500 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1330 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 14/12/2022 ને બુધવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 18571 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ.  1080થી 1220 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 15080 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1681 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 14/12/2022 ને બુધવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1450 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1681 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 14/12/2022 બુધવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1090 1340
અમરેલી 800 1309
કોડીનાર 1115 1250
સાવરકુંડલા 1251 1330
જેતપુર 981 1336
પોરબંદર 1050 1250
વિસાવદર 883 1321
મહુવા 1256 1401
ગોંડલ 800 1316
કાલાવડ 1050 1327
જુનાગઢ 950 1303
જમાજોધપુર 900 1330
ભાવનગર 1249 1315
માણાવદર 1330 1335
તળાજા 1061 1350
હળવદ 1050 1364
જામનગર 900 1275
ભેસાણ 900 1248
ખેડબ્રહ્મા 1110 1110
સલાલ 1100 1450
દાહોદ 1160 1200

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 14/12/2022 બુધવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1080 1220
અમરેલી 1090 1248
કોડીનાર 1140 1375
સાવરકુંડલા 1100 1201
જસદણ 1100 1310
મહુવા 1067 1314
ગોંડલ 900 1276
કાલાવડ 1150 1250
જુનાગઢ 1000 1246
જામજોધપુર 950 1220
ઉપલેટા 1050 1311
ધોરાજી 921 1251
વાંકાનેર 950 1470
જેતપુર 961 1321
તળાજા 1250 1610
ભાવનગર 1125 1608
રાજુલા 800 1180
મોરબી 810 1466
જામનગર 1000 1555
બાબરા 1140 1250
બોટાદ 980 1220
ધારી 1159 1251
ખંભાળિયા 900 1351
પાલીતાણા 1121 1226
લાલપુર 900 1190
ધ્રોલ 960 1281
હિંમતનગર 1100 1681
પાલનપુર 1177 1353
તલોદ 1050 1635
મોડાસા 1000 1502
ડિસા 1141 1314
ટિંટોઇ 1010 1420
ઇડર 1250 1669
ધનસૂરા 1000 1200
ધાનેરા 1200 1341
ભીલડી 1100 1315
દીયોદર 1100 1269
વીસનગર 1071 1190
માણસા 1201 1250
કપડવંજ 900 1200
શિહોરી 1170 1290
ઇકબાલગઢ 1239 1240
સતલાસણા 1000 1228

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

1 thought on “નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1681, જાણો આજના મગફળીના બજારભાવ”

Leave a Comment