નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1875, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં મજબૂતાઈ જોવા મળી હતી. ખેડૂતોની મજબૂત પક્કડ હોવાથી નીચા ભાવથી વેચવાલી આવતી નથી અને બીજી તરફ સિંગતેલના ભાવ પણ મજબૂત રહ્યાં હોવાથી સરેરાશ પિલામ ક્વોલિટીની મગફળીમાં મણે રૂ.10થી 15નો સુધારો જોવા મળ્યો હતો. આગામી દિવસોમાં મગફળીની બજારમાં સરેરાશ મિશ્ર માહોલની સંભાવનાં છે.

મગફળીનાં બ્રોકરો કહે છે કે મગફળીમાં વેચવાલી ઓછી છે અને સામે સીંગદાણામાં પણ વેપારો જોવા મળી રહ્યાં છે. સીંગદાણાનાં ભાવમાં ટને રૂ.500થી 1000 વધી ગયાં હતાં. એચપીએસમાં પણ વેપારો સારા હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની વેચવાલી હવે દિવસે-દિવસે ઘટતી જાય તેવી સંભાવનાં છે. આગામી સપ્તાહથી લગ્નગાળાની સિઝન પણ પંદરેક દિવસ ચાલુ થઈ રહી હોવાથી સરેરાશ વેચવાલી વધુ ઘટે તેવી પણ ધારણાં છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 15/11/2022 ને મંગળવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 24691 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 825થી 1381 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 6699 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1125થી 1414 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 15/11/2022 ને મંગળવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 39240 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1111થી 1455 સુધીના બોલાયા હતાં. જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 26688 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1464 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 15/11/2022 ને મંગળવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ હળવદ માર્કેટ યાર્ડમાં રૂ. 1414 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1875 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 15/11/2022 મંગળવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1050 1308
અમરેલી 800 1266
કોડીનાર 1078 1221
સાવરકુંડલા 1150 1311
જેતપુર 821 1301
પોરબંદર 1085 1225
વિસાવદર 873 1311
મહુવા 1174 1408
ગોંડલ 825 1331
કાલાવડ 1050 1322
જુનાગઢ 950 1315
જામજોધપુર 950 1250
ભાવનગર 1165 1365
માણાવદર 1320 1321
તળાજા 1050 1262
હળવદ 1125 1414
જામનગર 900 1245
ભેસાણ 900 1226
ધ્રોલ 1150 1230
સલાલ 1200 1400
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 15/11/2022 મંગળવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1070 1260
અમરેલી 825 1239
કોડીનાર 1088 1310
સાવરકુંડલા 1120 1475
જસદણ 1050 1280
મહુવા 1101 1182
ગોંડલ 930 1291
કાલાવડ 1150 1321
જુનાગઢ 1000 1206
જામજોધપુર 950 1230
ઉપલેટા 951 1228
ધોરાજી 1011 1266
વાંકાનેર 1000 1440
જેતપુર 850 1451
તળાજા 1211 1511
ભાવનગર 1100 1726
રાજુલા 1000 1251
મોરબી 1000 1380
જામનગર 1000 1875
બાબરા 1133 1235
બોટાદ 1000 1190
ધારી 1055 1225
ખંભાળિયા 1050 1218
પાલીતાણા 1101 1183
લાલપુર 1045 1142
ધ્રોલ 1035 1241
હિંમતનગર 1100 1701
પાલનપુર 1100 1464
તલોદ 1050 1670
મોડાસા 1000 1550
ડિસા 1111 1455
ઇડર 1250 1739
ધનસૂરા 1000 1200
ધાનેરા 1110 1349
ભીલડી 1000 1351
થરા 1121 1311
દીયોદર 1100 1350
માણસા 1061 1251
વડગામ 1130 1331
કપડવંજ 950 1325
શિહોરી 1125 1315
ઇકબાલગઢ 1150 1439
સતલાસણા 1100 1356
લાખાણી 1200 1400

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment