નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1721, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં વેચવાલીનાં અભાવે સરેરાશ મણે રૂ. 5થી 10નો સુધારો હતો. મગફળીની બજારમાં વેચવાલી ઓછી છે અને સામે જે વેચવાલી આવે છે તેમાં સારી ક્વોલિટીની મગફળી ઓછી હોવાથી તેની માંગ વધી રહી છે. ખાસ કરીને જી-20 મગફળીની વેચવાલી ઓછી છે અને તેમાં ઓઈલ મિલોની માંગ સારી છે. બીજી તરફ સીંગદાણાનાં ભાવમાં મજબૂતાઈ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે.

મગફળીનાં બ્રોકરો કહે છે કે આવકો હવે તમામ સેન્ટરમાં ઘટવા લાગી છે. આ વર્ષે સરકારી માલ આવે તેવા પણ સંજોગો નથી, કારણ કે ખરીદી થઈ નથી. બીજી તરફ સીંગદાણામાં લોકલ અને નિકાસ વેપારોનાં ટેકે બજારો વધી રહ્યાં છે. આગામી દિવસોમાં મગફળીમાં ઓઈલ મિલોની માંગ ઉપર પણ પિલાણ મગફળીનો આધાર રહેલો છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 15/12/2022 ને ગુરુવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 13943 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 811થી 1311 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 6000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1330 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 15/12/2022 ને ગુરુવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 7871 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 921થી 1321 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 13330 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1700 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 15/12/2022 ને ગુરુવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ મહુવા માર્કેટ યાર્ડમાં રૂ. 1433 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ થરા માર્કેટ યાર્ડમાં રૂ. 1721 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 15/12/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1120 1365
અમરેલી 830 1307
કોડીનાર 1145 1288
સાવરકુંડલા 1200 1301
જેતપુર 961 1321
પોરબંદર 1040 1225
વિસાવદર 897 1341
મહુવા 1432 1433
ગોંડલ 811 1311
કાલાવડ 1050 1327
જુનાગઢ 950 1322
જામજોધપુર 900 1330
ભાવનગર 1243 1326
તળાજા 1100 1325
હળવદ 1050 1372
જામનગર 900 1260
ભેસાણ 800 1190
ખેડબ્રહ્મા 1130 1130
સલાલ 1150 1430
દાહોદ 1160 1200

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 15/12/2022 ગુરુવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1100 1250
અમરેલી 1021 1205
કોડીનાર 1186 1379
સાવરકુંડલા 1105 1221
જસદણ 1075 1310
મહુવા 1160 1321
ગોંડલ 921 1321
કાલાવડ 1150 1275
જુનાગઢ 1000 1219
જામજોધપુર 900 1220
ઉપલેટા 1110 1315
ધોરાજી 961 1251
વાંકાનેર 950 1511
જેતપુર 931 1281
તળાજા 1225 1511
ભાવનગર 1142 1637
રાજુલા 750 1280
મોરબી 830 1396
જામનગર 1000 1370
બાબરા 1132 1248
બોટાદ 1000 1160
ધારી 1101 1217
ખંભાળિયા 900 1300
લાલપુર 1107 1108
ધ્રોલ 950 1264
હિંમતનગર 1100 1700
પાલનપુર 1174 1344
તલોદ 1000 1640
મોડાસા 1000 1565
ડિસા 1191 1324
ટિંટોઇ 1020 1420
ઇડર 1250 1677
ધનસૂરા 1000 1200
ધાનેરા 1200 1367
ભીલડી 1150 1321
થરા 1650 1721
દીયોદર 1100 1250
વીસનગર 1100 1231
માણસા 1210 1275
વડગામ 1241 1242
કપડવંજ 900 1200
શિહોરી 1091 1205
ઇકબાલગઢ 1150 1151
સતલાસણા 1086 1224

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment