મગફળીની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યાં હતાં. વર્તમાન સંજોગોમાં મગફળીની વેચવાલી સારી છે, પંરતુ હવે તેમાં ખાસ વધારો થાય તેવું લાગતું નથી. નવી મગફળીની આવકો હવે દિવાળી બાદ જ વધશે. આવતા શનિવારથી લાભ પાંચમને શનિવાર સુધી એક સપ્તાહ મોટા ભાગનાં યાર્ડો બંધ રહેવાનાં છે, પરિણામે શુક્રવારથી નવી આવકો પણ બંધ કરી દેવામાં આવશે.
ગોંડલમાં નવી આવકો રવિવારે બપોરે ખોલી હતી, જે છેલ્લી આવક છે. આશરે 1.25 લાખ ગુણી ઉપર આવક થાય તેવી ધારણાં છે, જે ચાર-પાંચ દિવસ ચાલશે. પરિણામે ગોંડલમાં નવી આવકો હવે લાભ પાંચમે જ કરવામાં આવશે. આમ સરેરાશ મગફળીની આવકો સ્ટેબલ થઈ ગઈ છે અને સામે પિલાણ મિલો અને દાણાબરવાળાની માંગ સારી છે, જેને કારણે સરેરાશ બજારને ટેકો મળી રહ્યો છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો તારીખ 15/10/2022 ને શનિવારના હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 12823 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1550 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 31449 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 850થી 1421 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો તારીખ 15/10/2022 ને શનિવારના રોજ પાલનપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 17544 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1563 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 16905 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1000થી 1701 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 15/10/2022 ને શનિવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ હળવદ માર્કેટ યાર્ડમાં રૂ. 1550 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1760 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 15/10/2022 શનિવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1015 | 1365 |
અમરેલી | 900 | 1319 |
કોડીનાર | 951 | 1290 |
સાવરકુંડલા | 950 | 1261 |
જેતપુર | 930 | 1360 |
વિસાવદર | 904 | 1546 |
ગોંડલ | 850 | 1421 |
કાલાવડ | 1100 | 1444 |
જુનાગઢ | 1000 | 1355 |
જામજોધપુર | 1000 | 1330 |
માણાવદર | 1375 | 1376 |
તળાજા | 950 | 1356 |
હળવદ | 1100 | 1550 |
જામનગર | 950 | 1325 |
ભેસાણ | 900 | 1411 |
ધ્રોલ | 1310 | 1340 |
દાહોદ | 1040 | 1180 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 15/10/2022 શનિવારના (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1022 | 1380 |
અમરેલી | 1100 | 1385 |
કોડીનાર | 1001 | 1400 |
સાવરકુંડલા | 975 | 1371 |
જસદણ | 1000 | 1375 |
ગોંડલ | 900 | 1621 |
કાલાવડ | 1150 | 1370 |
જુનાગઢ | 1050 | 1550 |
જામજોધપુર | 1000 | 1470 |
ઉપલેટા | 1050 | 1275 |
ધોરાજી | 900 | 1251 |
વાંકાનેર | 1000 | 1511 |
જેતપુર | 950 | 1435 |
તળાજા | 1101 | 1605 |
મોરબી | 1000 | 1440 |
જામનગર | 1100 | 1760 |
બાબરા | 1049 | 1211 |
ધારી | 900 | 1250 |
ખંભાળીયા | 950 | 1300 |
લાલપુર | 1055 | 1227 |
ધ્રોલ | 1070 | 1282 |
હિંમતનગર | 1000 | 1701 |
પાલનપુર | 1100 | 1563 |
મોડાસા | 1000 | 1526 |
ઇડર | 1200 | 1556 |
ધનસૂરા | 1000 | 1250 |
ધાનેરા | 1150 | 1383 |
થરા | 1172 | 1415 |
દીયોદર | 1100 | 1375 |
વડગામ | 1140 | 1423 |
શિહોરી | 1145 | 1385 |
ઇકબાલગઢ | 1225 | 1445 |
સતલાસણા | 1050 | 1359 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.