નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો ઉંચો ભાવ રૂ. 1790, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યાં હતાં. વર્તમાન સંજોગોમાં મગફળીની વેચવાલી સારી છે, પંરતુ હવે તેમાં ખાસ વધારો થાય તેવું લાગતું નથી. નવી મગફળીની આવકો હવે દિવાળી બાદ જ વધશે. આવતા શનિવારથી લાભ પાંચમને શનિવાર સુધી એક સપ્તાહ મોટા ભાગનાં યાર્ડો બંધ રહેવાનાં છે, પરિણામે શુક્રવારથી નવી આવકો પણ બંધ કરી દેવામાં આવશે.

ગોંડલમાં નવી આવકો રવિવારે થઈ હતી, જે ચાર-પાંચ દિવસ ચાલશે. પરિણામે ગોંડલમાં નવી આવકો હવે લાભ પાંચમે જ કરવામાં આવશે. આમ સરેરાશ મગફળીની આવકો સ્ટેબલ થઈ ગઈ છે અને સામે પિલાણ મિલો અને દાણાબરવાળાની માંગ સારી છે, જેને કારણે સરેરાશ બજારને ટેકો મળી રહ્યો છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 17/10/2022 ને સોમવારના હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 25877 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1150થી 1514 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 30603 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 800થી 1331 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 17/10/2022 ને સોમવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 67043 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1150થી 1471 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 23250 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1680 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 17/10/2022 ને સોમવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ હળવદ માર્કેટ યાર્ડમાં રૂ. 1514 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1790 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 17/10/2022 સોમવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1020 1362
અમરેલી 850 1333
કોડીનાર 1011 1250
સાવરકુંડલા 990 1376
જેતપુર 851 1321
પોરબંદર 1000 1290
વિસાવદર 903 1481
મહુવા 1035 1308
ગોંડલ 800 1331
કાલાવડ 1150 1360
જુનાગઢ 900 1310
જામજોધપુર 1000 1320
ભાવનગર 1145 1337
માણાવદર 1350 1351
તળાજા 800 1356
હળવદ 1150 1514
જામનગર 1000 1300
ભેસાણ 900 1300
ધ્રોલ 1310 1340
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 17/10/2022 સોમવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1090 1355
અમરેલી 1030 1309
કોડીનાર 1076 1381
સાવરકુંડલા 965 1431
જસદણ 1000 1375
મહુવા 1118 1301
ગોંડલ 880 1341
કાલાવડ 1190 1471
જુનાગઢ 1050 1510
જામજોધપુર 1000 1350
ઉપલેટા 1080 1329
ધોરાજી 876 1296
વાંકાનેર 1010 1420
જેતપુર 975 1486
તળાજા 1125 1470
ભાવનગર 941 1790
રાજુલા 981 1201
મોરબી 900 1410
જામનગર 1100 1720
બાબરા 1070 1250
બોટાદ 1000 1236
ભચાઉ 1200 1217
ધારી 1000 1155
ખંભાળિયા 1000 1525
લાલપુર 1080 1200
ધ્રોલ 1130 1284
હિંમતનગર 1100 1680
પાલનપુર 1070 1581
તલોદ 1250 1550
મોડાસા 1000 1556
ડિસા 1150 1471
ટિટોઇ 1001 1500
ઇડર 1150 1529
ધનસૂરા 900 1251
ધાનેરા 1150 1351
ભીલડી 1100 1364
થરા 1250 1411
દીયોદર 1100 1325
શિહોરી 1190 1300
ઇકબાલગઢ 1191 1440
સતલાસણા 1120 1311

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment