નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1716, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં પસંદગીની જાતોમાં મજબૂતાઈ હતી. ખાસ કરીને બોલ્ડ-જાડી મગફળીની વેચવાલી ઓછી છે અને સામે તેની માંગ સારી હોવાથી બજારમાં તેનાં ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે. શનિવારે સારી ક્વોલિટીની મગફળીમાં મણે રૂ.10નો સુધારો હતો. જોકે આગામી દિવસોમાં બજારમાં વધુ સુધારો જોવા મળે તેવી સંભાવાં બહુ ઓછી દેખાય રહી છે. બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે.

મગફળી-સીંગદાણાનાં વેપારીઓ કહે છે કે, હાલ સીંગદાણામાં બોલ્ડ ક્વોલિટીમાં માંગ સારી છે. કોમર્શિયલમાં પણ 40-50 કાઉન્ટનો માલ બહુ ઓછો મળતો હોવાથી તેનાં ભાવ ચાલુ મહિનામાં ટને રૂ. 5000થી 6000 જેવા વધી ગયાં છે. નિકાસમાં બોલ્ડ માલો જ જઈ રહ્યાં હોવાથી તેનાં ભાવ ટને રૂ. 1000 શનિવારે વધ્યાં હતાં. બીજી તરફ સીંગતેલમાં પણ જી-20 મગફળીની માંગ સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. આગામી દિવસોમાં મગફળીની બજારમાં મોટી તેજી હાલ દેખાતી નથી.

આ પણ વાંચો: આજના ડુંગળીના બજાર ભાવ જાણવા અહીં ક્લિક કરો.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 17/12/2022 ને શનિવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 11520 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 825થી 1336 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 4500 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1320 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 17/12/2022 ને શનિવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 6600 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 930થી 1366 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 1077 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1678 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 17/12/2022 ને શનિવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1500 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ઈડર માર્કેટ યાર્ડમાં રૂ. 1716 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 17/12/2022 શનિવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1090 1340
અમરેલી 800 1350
કોડીનાર 1110 1288
સાવરકુંડલા 1205 1329
જેતપુર 971 1361
પોરબંદર 1000 1225
વિસાવદર 923 1361
મહુવા 1340 1459
ગોંડલ 825 1336
કાલાવડ 1050 1357
જુનાગઢ 980 1368
જામજોધપુર 900 1320
ભાવનગર 1310 1375
માણાવદર 1330 1335
તળાજા 1180 1371
હળવદ 1050 1378
ભેસાણ 800 1254
ખેડબ્રહ્મા 1130 1130
સલાલ 1200 1500
દાહોદ 1160 1200

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 17/12/2022 શનિવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1100 1240
અમરેલી 1000 1242
કોડીનાર 1145 1445
સાવરકુંડલા 1100 1221
જસદણ 1075 1310
મહુવા 1136 1366
ગોંડલ 930 1366
કાલાવડ 1150 1275
જુનાગઢ 1000 1224
જમાજોધપુર 900 1210
ઉપલેટા 1100 1351
ધોરાજી 1016 1251
વાંકાનેર 1000 1471
જેતપુર 951 1291
તળાજા 1270 1501
ભાવનગર 1161 1631
રાજુલા 1146 1274
મોરબી 1050 1356
બાબરા 1128 1252
બોટાદ 1000 1200
ધારી 1185 1261
ખંભાળિયા 900 1351
પાલીતાણા 1170 1274
લાલપુર 1057 1100
ધ્રોલ 990 1314
હિંમતનગર 1100 1678
પાલનપુર 1104 1439
તલોદ 1050 1600
મોડાસા 1000 1532
ઇડર 1250 1716
ધનસૂરા 1000 1200
ધાનેરા 1210 1386
ભીલડી 1240 1333
થરા 1230 1299
દીયોદર 1100 1280
વીસનગર 1061 1161
માણસા 1171 1320
કપડવંજ 900 1200
શિહોરી 1130 1285
ઇકબાલગઢ 933 1192
સતલાસણા 1120 1222

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment