મગફળીની બજારમાં નરમાઈનો માહોલ જોવા મળ્યો હતો. દિવાળીની રજાઓ પૂર્વે હવે એક-બે દિવસ યાર્ડો ચાલુ રહેવાનાં છે અને પછી એક સપ્તાહની રજાઓ આવશે. એ પહેલા મગફળીની બજારમાં મણે રૂ. 10થી 20નો ઘટાડો થયો હતો. બજારમાં વેચવાલી યથાવત છે અને સામે માંગ થોડી ઓછી છે.
મગફળીનાં વેપારીઓ કે છે કે અત્યારે જે માલ આવે છે તેમાં 25 ટકા માલ જ સારા આવે છે. મોટા ભાગનો માલ 25થી 30નાં ઉતારાવાળો જ માલ હોવાથી આ વર્ષે મગફળીનો પાક ઓછો આવશે તેવા સંકેત મળે છે. વિવિધ સંસ્થાઓ 26થી 30 લાખ ટનનાં અંદાજો મૂકયા છે, પરંતુ મગફળીનો પાક 24થી 25 લાખ ટન વચ્ચે જ આવે તેવી સંભાવનાં છે. દિવાળી બાદ પંદર દિવસ કેવી આવક થાય છે તેનાં ઉપરથી પાકનો અંદાજ આવી જાય તેવી ધારણાં છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 20/10/2022 ને ગુરુવારના હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 28636 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1170થી 1532 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 19434 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 810થી 1326 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 20/10/2022 ને ગુરુવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 61010 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1121થી 1431 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 26020 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1702 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 20/10/2022 ને ગુરુવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ હળવદ માર્કેટ યાર્ડમાં રૂ. 1532 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ભાવનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1741 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 20/10/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1023 | 1330 |
અમરેલી | 800 | 1293 |
કોડીનાર | 925 | 1200 |
સાવરકુંડલા | 1250 | 1381 |
જેતપુર | 821 | 1321 |
પોરબંદર | 1135 | 1255 |
વિસાવદર | 905 | 1511 |
મહુવા | 1092 | 1426 |
ગોંડલ | 810 | 1326 |
કાલાવડ | 1050 | 1325 |
જુનાગઢ | 950 | 1240 |
જામજોધપુર | 1000 | 1270 |
ભાવનગર | 1100 | 1335 |
તળાજા | 800 | 1345 |
હળવદ | 1170 | 1532 |
જામનગર | 1000 | 1255 |
ભેસાણ | 900 | 1305 |
સલાલ | 1100 | 1400 |
દાહોદ | 1040 | 1180 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 20/10/2022 ગુરુવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 1018 | 1338 |
અમરેલી | 800 | 1338 |
કોડીનાર | 952 | 1338 |
સાવરકુંડલા | 1200 | 1341 |
જસદણ | 1050 | 1355 |
મહુવા | 1052 | 1361 |
ગોંડલ | 870 | 1411 |
કાલાવડ | 1100 | 1471 |
જુનાગઢ | 1000 | 1475 |
જામજોધપુર | 1000 | 1320 |
ધોરાજી | 901 | 1221 |
વાંકાનેર | 1000 | 1520 |
જેતપુર | 840 | 1501 |
તળાજા | 1100 | 1522 |
ભાવનગર | 1025 | 1741 |
રાજુલા | 1000 | 1261 |
મોરબી | 935 | 1415 |
જામનગર | 1100 | 1750 |
બાબરા | 1048 | 1212 |
બોટાદ | 1000 | 1250 |
ધારી | 975 | 1181 |
ખંભાળિયા | 1000 | 1450 |
લાલપુર | 1020 | 1200 |
ધ્રોલ | 1070 | 1226 |
હિંમતનગર | 1100 | 1702 |
પાલનપુર | 1140 | 1583 |
તલોદ | 1250 | 1605 |
મોડાસા | 1000 | 1587 |
ડિસા | 1121 | 1431 |
ટિંટોઇ | 1001 | 1500 |
ઇડર | 1150 | 1591 |
ધનસૂરા | 900 | 1200 |
ધાનેરા | 1081 | 1337 |
ભીલડી | 1000 | 1316 |
થરા | 1180 | 1391 |
દીયોદર | 1125 | 1330 |
વડગામ | 1081 | 1361 |
શિહોરી | 1170 | 1376 |
સતલાસણા | 1150 | 1340 |
લાખાણી | 1100 | 1311 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.