નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1731, જાણો આજના મગફળીના બજારભાવ

મગફળીની બજારમાં સરેરાશ ભાવ અથડાય રહ્યાં છે અને વર્તમાન સંજોગોમાં બજારમાં સરેરાશ લેવાલી કેવી રહે છે તેનાં ઉપર આધાર રહેલો છે. સીંગદાણાના ભાવમાં તેજી અટકીને આજે ઘટાડો થયો હોવાથી મગફળીની બજારમાં પણ હવે તેજી અટકી શકે છે. જો દાણા વધુ ઘટશે તો મગફળી પણ ઘટશે.

મગફળીનાં એક અગ્રણી બ્રોકરે જણાવ્યું હતુંકે મગફળીની આવકો ઘટી રહી છે, પરિણામે સારી ક્વોલિટીની મગફળીનાં ભાવમાં સરેરાશ લેવાલી ચાલુ રહેશે તો ભાવ ઘટવા મુશ્કેલ છે. બીજી તરફ સીંગતેલની બજારો પણ વધતી અટકી છે.

હિંમતનગરનાં અગ્રણી વેપારી ઝાકીરભાઈ સાબુગરે જણાવ્યું હતું કે સાબરકાંઠા વિસ્તારમાં મગફળીની આવકો હવે ઘટવા લાગશે, પંરતુ ખેડૂતો પાસે હજી 25 ટકા જેવો માલ પડ્યો હોવાથી 15મી જાન્યુઆરી સુધી થોડી-થોડી આવકો ચાલુ રહેશે અને ત્યાર બાદ તેમાં ઘટાડો થશે. હિંમતનગર મંડીમાં હવે આવકો ઘટશે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 20/12/2022 ને મંગળવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 14040 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 920થી 1351 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 7000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1350 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 20/12/2022 ને મંગળવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 7206 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 940થી 1341 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 11900 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1705 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 20/12/2022 ને મંગળવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1500 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ઈડર માર્કેટ યાર્ડમાં રૂ. 1731 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 20/12/2022 મંગળવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1120 1350
અમરેલી 800 1338
સાવરકુંડલા 1205 1375
જેતપુર 901 1316
પોરબંદર 1005 1250
વિસાવદર 955 1371
મહુવા 1123 1440
ગોંડલ 920 1351
કાલાવડ 1050 1368
જુનાગઢ 1000 1380
જામજોધપુર 900 1350
ભાવનગર 1262 1343
માણાવદર 1335 1336
તળાજા 1150 1386
હળવદ 1090 1386
જામનગર 900 1300
ભેસાણ 800 1280
સલાલ 1200 1500

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 20/12/2022 મંગળવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1100 1250
અમરેલી 1040 1236
સાવરકુંડલા 1105 1259
જસદણ 1080 1335
મહુવા 1170 1244
ગોંડલ 940 1341
કાલાવડ 1150 1351
જુનાગઢ 1000 1254
જામજોધપુર 950 1250
ઉપલેટા 1060 1340
ધોરાજી 900 1236
વાંકાનેર 1086 1272
જેતપુર 876 1281
તળાજા 1250 1545
ભાવનગર 1100 1580
રાજુલા 1000 1320
મોરબી 950 1456
જામનગર 1000 1411
બાબરા 1151 1289
બોટાદ 1000 1265
ધારી 1000 1282
ખંભાળિયા 940 1350
પાલીતાણા 1180 1290
લાલપુર 1020 1138
ધ્રોલ 960 1273
હિંમતનગર 1100 1705
પાલનપુર 1160 1360
તલોદ 1050 1270
મોડાસા 1000 1586
ડિસા 1151 1340
ટિંટોઇ 1040 1450
ઇડર 1240 1731
ધનસૂરા 1000 1200
ધાનેરા 1150 1390
ભીલડી 1200 1335
થરા 1250 1330
દીયોદર 1100 1290
વીસનગર 1011 1161
માણસા 1200 1215
કપડવંજ 900 1200
શિહોરી 1121 1235
સતલાસણા 1100 1240

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *