સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવકોમાં ગઈ કાલે મોટો વધારો થયો હતો. વરસાદ અટકી ગયો છે અને ચાલુ સપ્તાહમાં હજી ખાસ કોઈ વરસાદની સંભાવનાં નથી, પરિણામે આવકો હજી આગામી દિવસોમાં વધે તેવી ધારણાં છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીની આવકો શુક્રવારે 70000 ગુણી આસપાસની થઈ હોવાનો અંદાજ છે. ઉત્તર ગુજરાતમાં પણ નવી મગફળીની આવકો ચાલુ થવા લાગી છે.
વરસાદ નહીં આવે તો થોડો પ્રવાહ વધશે, પંરતુ મોટી આવકો દિવાળી આસપાસ કે તેનાં પછી જ ચાલુ થાય તેવી ધારણાં છે. સરકાર લાભ પાંચમથી ટેકાનાં ભાવથી ખરીદી શરૂ કરવાની છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 23/09/2022 ને શુક્રવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 2286 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 950થી 1341 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 26900 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 910થી 1376 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 23/09/2022 ને શુક્રવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 5000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1050થી 1400 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 4620 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1000થી 1406 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 23/09/2022 ને શુક્રવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1451 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1682 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 23/09/2022, શુક્રવારના જાડી મગફળીના ભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 950 | 1341 |
| અમરેલી | 999 | 1270 |
| સાવરકુંડલા | 980 | 1352 |
| જેતપુર | 881 | 1365 |
| પોરબંદર | 1075 | 1130 |
| વિસાવદર | 885 | 1431 |
| મહુવા | 931 | 1100 |
| ગોંડલ | 910 | 1376 |
| કાલાવડ | 1150 | 1320 |
| જુનાગઢ | 900 | 1294 |
| જામજોધપુર | 950 | 1150 |
| માણાવદર | 1450 | 1451 |
| હળવદ | 1000 | 1420 |
| જામનગર | 950 | 1170 |
| ભેસાણ | 900 | 1186 |
| દાહોદ | 1100 | 1240 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
| તા. 23/09/2022, શુક્રવારના ઝીણી (નવી) મગફળીનાભાવ | ||
| માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
| રાજકોટ | 1050 | 1400 |
| અમરેલી | 1176 | 1177 |
| કોડીનાર | 809 | 1343 |
| સાવરકુંડલા | 890 | 1281 |
| જસદણ | 950 | 1348 |
| મહુવા | 700 | 1252 |
| ગોંડલ | 1000 | 1406 |
| કાલાવડ | 1250 | 1370 |
| જામજોધપુર | 950 | 1271 |
| ઉપલેટા | 950 | 1000 |
| જેતપુર | 871 | 1336 |
| તળાજા | 903 | 974 |
| જામનગર | 1000 | 1210 |
| ખંભાળિયા | 900 | 1045 |
| ધ્રોલ | 1106 | 1181 |
| હિંમતનગર | 1200 | 1682 |
| ડિસા | 1051 | 1362 |
| ઇડર | 1100 | 1544 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.










