નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 1682, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવકોમાં ગઈ કાલે મોટો વધારો થયો હતો. વરસાદ અટકી ગયો છે અને ચાલુ સપ્તાહમાં હજી ખાસ કોઈ વરસાદની સંભાવનાં નથી, પરિણામે આવકો હજી આગામી દિવસોમાં વધે તેવી ધારણાં છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીની આવકો શુક્રવારે 70000 ગુણી આસપાસની થઈ હોવાનો અંદાજ છે. ઉત્તર ગુજરાતમાં પણ નવી મગફળીની આવકો ચાલુ થવા લાગી છે.

વરસાદ નહીં આવે તો થોડો પ્રવાહ વધશે, પંરતુ મોટી આવકો દિવાળી આસપાસ કે તેનાં પછી જ ચાલુ થાય તેવી ધારણાં છે. સરકાર લાભ પાંચમથી ટેકાનાં ભાવથી ખરીદી શરૂ કરવાની છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 23/09/2022 ને શુક્રવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 2286 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 950થી 1341 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 26900 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 910થી 1376 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 23/09/2022 ને શુક્રવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 5000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1050થી 1400 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 4620 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1000થી 1406 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 23/09/2022 ને શુક્રવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1451 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1682 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 23/09/2022, શુક્રવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 950 1341
અમરેલી 999 1270
સાવરકુંડલા 980 1352
જેતપુર 881 1365
પોરબંદર 1075 1130
વિસાવદર 885 1431
મહુવા 931 1100
ગોંડલ 910 1376
કાલાવડ 1150 1320
જુનાગઢ 900 1294
જામજોધપુર 950 1150
માણાવદર 1450 1451
હળવદ 1000 1420
જામનગર 950 1170
ભેસાણ 900 1186
દાહોદ 1100 1240

 

 ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 23/09/2022, શુક્રવારના ઝીણી (‌નવી) મગફળીનાભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1050 1400
અમરેલી 1176 1177
કોડીનાર 809 1343
સાવરકુંડલા 890 1281
જસદણ 950 1348
મહુવા 700 1252
ગોંડલ 1000 1406
કાલાવડ 1250 1370
જામજોધપુર 950 1271
ઉપલેટા 950 1000
જેતપુર 871 1336
તળાજા 903 974
જામનગર 1000 1210
ખંભાળિયા 900 1045
ધ્રોલ 1106 1181
હિંમતનગર 1200 1682
ડિસા 1051 1362
ઇડર 1100 1544

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment