નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1970, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં નરમાઈનો દોર જોવા મળી રહ્યો છે. સીંગતેલનાં ભાવ ઘટી ગયા હોવાથી મગફળીની બજારમાં પણ મણે રૂ. 10થી 20નો ઘટાડો થયો હતો. મગફળીની બજારમાં સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે, પંરતુ આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે બજારમાં ખાસ કોઈ મોટી લેવાલી નથી.

મગફળીનાં વેપારીઓ કહે છે કે હાલનાં સંજોગોમાં સીંગતેલ અને સીંગદાણા ઉપરાંત ખોળનાં ભાવ પણ ઘટી રહ્યાં હોવાથી મગફળીમાં એક પણ ક્વોલિટીમાં ડિમાન્ડ નથી અને જે છે તે નીચા ભાવથી ખરીદી કરવા માંગે છે, પરિણામે ભાવમાં બે દિવસમાં રૂ. 20થી 30 નીકળી ગયા છે અને હજી પણ થોડો ઘટાડો થાય તેવી ધારણાં છે. મગફળીમાં મોટી મંદી દેખાતી નથી કારણ કે વધુ ઘટાડો થાય તો સરકાર ટેકાનાં ભાવથી ખરીદી કરવા માટે તૈયાર જ છે, પરિણામે બજારો બહુ નીચા નહીં આવે અને ખેડૂતો પણ રૂ. 1200ની નીચે ગામડે બેઠા પણ માલ આપવા તૈયાર નથી.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 23/11/2022 ને બુધવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 24831 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 825થી 1291 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 6654 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1050થી 1382 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 23/11/2022 ને બુધવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 15386 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1121થી 1380 સુધીના બોલાયા હતાં. જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 14003 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1454 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 23/11/2022 ને બુધવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1970 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1811 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 23/11/2022 બુધવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1070 1320
અમરેલી 870 1246
કોડીનાર 1100 1212
સાવરકુંડલા 1063 1341
જેતપુર 821 1301
પોરબંદર 1080 1230
વિસાવદર 935 1301
મહુવા 1042 1328
ગોંડલ 825 1291
કાલાવડ 1050 1300
જુનાગઢ 950 1280
જામજોધપુર 900 1250
ભાવનગર 1141 1301
માણાવદર 1300 1301
તળાજા 1025 1250
હળવદ 1050 1382
જામનગર 1000 1970
ભેસાણ 900 1260
ધ્રોલ 1140 1320
સલાલ 1250 1400
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 23/11/2022 બુધવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1050 1230
અમરેલી 1030 1275
કોડીનાર 1125 1336
સાવરકુંડલા 931 1401
જસદણ 1025 1280
મહુવા 1040 1106
ગોંડલ 910 1301
કાલાવડ 1150 1320
જુનાગઢ 1000 1650
જામજોધપુર 950 1200
ઉપલેટા 1050 1300
ધોરાજી 971 1221
વાંકાનેર 900 1404
જેતપુર 911 1461
તળાજા 1200 1450
ભાવનગર 1100 1811
રાજુલા 1000 1221
મોરબી 1000 1456
જામનગર 900 1210
બાબરા 1129 1261
બોટાદ 970 1180
ભચાઉ 1289 1295
ધારી 990 1210
ખંભાળિયા 900 1301
પાલીતાણા 1142 1278
લાલપુર 1028 1128
ધ્રોલ 1020 1222
હિંમતનગર 1100 1685
પાલનપુર 1100 1454
તલોદ 1000 1600
મોડાસા 1000 1575
ડિસા 1121 1380
ટિંટોઇ 1020 1410
ઇડર 1240 1718
ધનસૂરા 1000 1200
ધાનેરા 1150 1331
ભીલડી 1050 1286
થરા 1100 1297
દીયોદર 1100 1340
માણસા 1111 1370
વડગામ 1140 1265
કપડવંજ 950 1325
શિહોરી 1125 1280
ઇકબાલગઢ 1070 1462
સતલાસણા 1130 1397
લાખાણી 1150 1311

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment