નવી મગફળીના ભાવમાં તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1960, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં વેચવાલીનાં અભાવે અમુક ક્વોલિટીમાં મણે રૂ. 5થી 10નો સુધારો જોવા મળ્યો હતો. વર્તમાન સંજોગમાં મગફળીની બજારમાં સરેરાશ લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ આધાર રહેલો છે. સીંગતેલની ઘરાકી પણ થોડી ઠંડી હોવાથી મગફળીનાં ભાવમાં બહુ મોટો સુધારો થાય તેવી સંભાવનાં હાલ ઓછી દેખાય રહી છે.

મગફળીનાં વેપારીઓ કહે છે કે, વર્તમાન સંજોગમાં ઓઈલ મિલો ચાલુ મોટા ભાગની છે પરંતુ બધી રગડ-ધગડ ચાલી રહી છે. કોઈ મિલોને અત્યારે સંતોષ થાય તેવી પેરિટી નથી અને ના છૂટકે બીજી નબળી મગફળી કે તેલની ટકાવારી વધારે આવે તેવી મગફળી મિક્સ કરવી પડે છે. પરિણામે ઓઈલ મિલો ઊંચા ભાવથી મગફળી લેવા તૈયાર નથી. બીજી તરફ ગામડે બેઠા ખેડૂતો રૂ. 1200થી નીચેના ભાવથી મગફળી આપવા તૈયાર નથી, પરિણામે બજાર અથડાયા કરે તેવી ધારણાં છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 24/11/2022 ને ગુરુવારના ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 23723 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 820થી 1326 સુધીના બોલાયા હતાં. જ્યારે હળવદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 4247 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1051થી 1376 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 24/11/2022 ને ગુરુવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 12850 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1131થી 1411 સુધીના બોલાયા હતાં. જ્યારે પાલનપુર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 10580 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1111થી 1470 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 24/11/2022 ને ગુરુવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1430 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ જામનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1960 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 24/11/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1050 1320
અમરેલી 800 1257
કોડીનાર 1080 1203
સાવરકુંડલા 1033 1311
જેતપુર 816 1306
પોરબંદર 1050 1225
વિસાવદર 905 1291
મહુવા 1011 1356
ગોંડલ 820 1326
કાલાવડ 1050 1280
જુનાગઢ 900 1250
જામજોધપુર 1000 1270
ભાવનગર 1171 1242
તળાજા 1055 1250
હળવદ 1051 1376
જામનગર 900 1205
ભેસાણ 900 1244
ધ્રોલ 1105 1352
સલાલ 1200 1430
દાહોદ 1040 1180

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 24/11/2022 ગુરુવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1070 1240
અમરેલી 910 1263
કોડીનાર 1105 1344
સાવરકુંડલા 980 1218
જસદણ 1050 1270
મહુવા 972 1131
ગોંડલ 910 1276
કાલાવડ 1150 1290
જુનાગઢ 900 1500
જામજોધપુર 1000 1220
ઉપલેટા 1000 1501
ધોરાજી 901 1236
વાંકાનેર 850 1400
જેતપુર 921 1471
તળાજા 1255 1510
ભાવનગર 1138 1805
રાજુલા 1125 1239
મોરબી 950 1460
જામનગર 1000 1960
બાબરા 1134 1246
બોટાદ 970 1180
ધારી 1026 1211
ખંભાળિયા 900 1226
પાલીતાણા 1080 1180
લાલપુર 1005 1645
ધ્રોલ 1000 1268
હિંમતનગર 1100 1699
પાલનપુર 1111 1470
તલોદ 1050 1585
મોડાસા 1000 1601
ડિસા 1131 1411
ટિંટોઇ 1010 1410
ઇડર 1250 1702
ધનસૂરા 1000 1200
ધાનેરા 1150 1307
ભીલડી 1050 1303
થરા 1150 1299
દીયોદર 1100 1320
માણસા 1251 1322
વડગામ 1135 1321
કપડવંજ 950 1325
શિહોરી 1096 1280
ઇકબાલગઢ 1130 1370
સતલાસણા 1111 1409
લાખાણી 1150 1306

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment