નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 1662, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવકોમાં ગઈ કાલે મોટો વધારો થયો હતો. વરસાદ અટકી ગયો છે અને ચાલુ સપ્તાહમાં હજી ખાસ કોઈ વરસાદની સંભાવનાં નથી, પરિણામે આવકો હજી આગામી દિવસોમાં વધે તેવી ધારણાં છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીની આવકો શુક્રવારે 70000 ગુણી આસપાસની થઈ હોવાનો અંદાજ છે. ઉત્તર ગુજરાતમાં પણ નવી મગફળીની આવકો ચાલુ થવા લાગી છે.

વરસાદ નહીં આવે તો થોડો પ્રવાહ વધશે, પંરતુ મોટી આવકો દિવાળી આસપાસ કે તેનાં પછી જ ચાલુ થાય તેવી ધારણાં છે. સરકાર લાભ પાંચમથી ટેકાનાં ભાવથી ખરીદી શરૂ કરવાની છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો તારીખ 24/09/2022 ને શનિવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 7857 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1325 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 33146 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1351 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો તારીખ 24/09/2022 ને શનિવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 5000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 950થી 1360 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 5489 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1010થી 1421 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, તારીખ 24/09/2022 ને શનિવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ હળવદ માર્કેટ યાર્ડમાં રૂ. 1435 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1662 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 24/09/2022, શનિવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ9001325
અમરેલી8001230
કોડીનાર10001299
સાવરકુંડલા10001331
જેતપુર8911336
પોરબંદર10001100
વિસાવદર8831381
મહુવા10001241
ગોંડલ9001351
કાલાવડ12001325
જુનાગઢ9001247
જામજોધપુર9001170
હળવદ11001435
જામનગર10001190
ભેસાણ9001151

 ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (magfali Bajar Bhav):

તા. 24/09/2022, શનિવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ9501360
અમરેલી8001150
કોડીનાર8001051
સાવરકુંડલા9711321
જસદણ8001280
મહુવા10271242
ગોંડલ10101421
કાલાવડ10501300
જામજોધપુર9501316
ઉપલેટા9501000
ધોરાજી9001166
વાંકાનેર11611302
જેતપુર8811391
તળાજા9151073
ભાવનગર9481349
મોરબી10101184
જામનગર10501280
ખંભાળિયા9001220
ધ્રોલ10801170
હિંમતનગર12001662
ડિસા10511401
ઇડર11001569

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment