નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1680, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં વેચવાલીનો અભાવ અને પિલાણ મિલોની અત્યારે માંગ સારી હોવાથી સરેરાશ ભાવ મજબૂત રહ્યાં હતાં. જોકે ગામડે બેઠા પણ ખેડૂતો નીચા ભાવથી વેચાણ કરવા તૈયાર ન હોવાથી બજારો ટકી રહ્યા છે. બીજી તરફ મગફળીની આવકો હવે એકદમ ઘટી ગઈ છે અને તેમાં હવે વધારો થવાની ધારણાં નથી. બીજી તરફ સીંગદાણાની બજારમાં પણ વેપારો પાંખા જોવા મળી રહ્યાં છે.

મગફળીનાં વેપારીઓ કહે છે કે, અત્યારે જેની જરૂરિયાત હોય તેવી જ મગફળીમાં માંગ છે અને નબળી ક્વોલિટીમાં કોઈ લેવાલ નથી. સાઈડ તેલો મજબૂત હોવાથી માત્ર જી-20માંથી બનેલા તેલની જ માંગ છે, પરિણામે જી- 20 મગફળીનાં ભાવ ઊંચા છે. ગામડે બેઠા ખેડૂતો કોઈ પણ મગફળી રૂ. 1300થી નીચે આપવા તૈયાર નથી, સરેરાશ મણે રૂ. 100 જેવો વધારો થઈ ગયો હોવાથી હવે કોઈને નીચામાં વેચવું નથી અને માલ પણ ખાસ પડ્યો નથી.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 26/12/2022 ને સોમવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 13623 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 815થી 1361 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 7000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1350 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 26/12/2022 ને સોમવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 8203 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 920થી 1356 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 6550 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1680 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 26/12/2022 ને સોમવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1500 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1680 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 26/12/2022 સોમવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1100 1400
અમરેલી 800 1348
કોડીનાર 1134 1370
સાવરકુંડલા 1101 1371
જેતપુર 961 1326
પોરબંદર 1085 1325
વિસાવદર 944 1356
મહુવા 1217 1452
ગોંડલ 815 1361
કાલાવડ 1050 1429
જુનાગઢ 900 1336
જામજોધપુર 900 1350
ભાવનગર 1279 1340
માણાવદર 1375 1376
તળાજા 1150 1380
હળવદ 1025 1310
જામનગર 900 1360
ભેસાણ 800 1215
ખેડબ્રહ્મા 1120 1120
સલાલ 1200 1500
દાહોદ 1160 1200

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 26/12/2022 સોમવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1120 1278
અમરેલી 900 1225
કોડીનાર 1144 1400
સાવરકુંડલા 1050 1327
જસદણ 1100 1325
મહુવા 1025 1373
ગોંડલ 920 1356
કાલાવડ 1150 1359
જુનાગઢ 1000 1269
જામજોધપુર 900 1250
ઉપલેટા 1000 1269
ધોરાજી 901 1251
વાંકાનેર 850 1435
જેતપુર 925 1290
તળાજા 1270 1565
ભાવનગર 1121 1550
રાજુલા 900 1250
મોરબી 850 1508
જામનગર 1000 1400
બાબરા 1157 1273
બોટાદ 1000 1220
ધારી 1175 1301
ખંભાળિયા 900 1386
લાલપુર 1100 1191
ધ્રોલ 1000 1280
હિંમતનગર 1100 1680
પાલનપુર 1251 1365
તલોદ 1050 1640
મોડાસા 981 1535
ડિસા 1211 1331
ટિંટોઇ 1050 1450
ઇડર 1230 1601
ધનસૂરા 1000 1200
ધાનેરા 1202 1384
દીયોદર 1100 1335
વીસનગર 1131 1161
માણસા 1200 1326
કપડવંજ 1400 1500
સતલાસણા 1214 1350

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment