મગફળીનાં ભાવમાં મજબૂતાઈ યથાવત છે. નવી મગફળીની આવકો હવે વધીને દૈનિક એવરેજ 80 હજાર ગુણીથી એક લાખ ગુણી વચ્ચે આવી રહી છે, પંરતુ બીજી તરફ ઘરાકી પણ સારી છે. સુકો માલ બહુ ઓછો આવે છે, પરિણામે સારા માલમાં લેવાલી સારી છે.
મગફળીનાં વેપારીઓ કહે છે કે, વર્તમાન સંજોગોમા બજારમાં સારા માલમાં ભાવ ઘટશે નહીં. આગામી બે-પાંચ દિવસમાં નવી મગફળીની આવકો કેટલી થાય છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. ગોંડલમાં શુક્રવારે નવી આવકો કેટલી થાય છે? તેનાં ઉપર પણ બજારનો આધાર રહેલો છે.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 29/09/2022 ને ગુરુવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 6571 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 920થી 1321 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 28306 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 825થી 1376 સુધીના બોલાયા હતાં.
ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 29/09/2022 ને ગુરુવારના રોજ ડિસા માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 5210 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1031થી 1440 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 12770 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1200થી 1680 સુધીના બોલાયા હતાં.
મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 29/09/2022 ને ગુરુવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1451 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1680 સુધીનો બોલાયો હતો.
જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 29/09/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 920 | 1321 |
અમરેલી | 800 | 1258 |
કોડીનાર | 800 | 1000 |
સાવરકુંડલા | 900 | 1171 |
જેતપુર | 865 | 1290 |
વિસાવદર | 855 | 1331 |
મહુવા | 900 | 1168 |
ગોંડલ | 825 | 1376 |
કાલાવડ | 1200 | 1430 |
જુનાગઢ | 1000 | 1321 |
જામજોધપુર | 950 | 1281 |
માણાવદર | 1450 | 1451 |
તળાજા | 915 | 1201 |
જામનગર | 900 | 1190 |
ભેસાણ | 900 | 1180 |
દાહોદ | 1100 | 1240 |
ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):
તા. 29/09/2022 ગુરુવારના ઝીણી (નવી) મગફળીના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 930 | 1350 |
અમરેલી | 913 | 1100 |
કોડીનાર | 822 | 1332 |
સાવરકુંડલા | 925 | 1081 |
જસદણ | 800 | 1300 |
મહુવા | 944 | 1193 |
ગોંડલ | 900 | 1421 |
કાલાવડ | 1050 | 1398 |
જુનાગઢ | 950 | 1266 |
જામજોધપુર | 950 | 1306 |
ઉપલેટા | 850 | 1290 |
ધોરાજી | 906 | 1156 |
વાંકાનેર | 1020 | 1351 |
જેતપુર | 820 | 1310 |
તળાજા | 1031 | 1032 |
ભાવનગર | 1080 | 1229 |
રાજુલા | 710 | 876 |
મોરબી | 900 | 1264 |
જામનગર | 1000 | 1311 |
ધારી | 850 | 1000 |
ખંભાળિયા | 850 | 1071 |
લાલપુર | 1185 | 1186 |
ધ્રોલ | 1050 | 1141 |
હિંમતનગર | 1200 | 1680 |
પાલનપુર | 1100 | 1374 |
તલોદ | 1332 | 1551 |
મોડાસા | 1100 | 1500 |
ડિસા | 1031 | 1440 |
ઇડર | 1100 | 1579 |
ભીલડી | 1111 | 1211 |
દીયોદર | 1100 | 1200 |
ઇકબાલગઢ | 1290 | 1366 |
સતલાસણા | 1100 | 1101 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.