નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1724, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં સરેરાશ ભાવ અથડાય રહ્યા છે. સારી ક્વોલિટીમાં લેવાલી સારી છે અને સામે વેચવાલી ઓછી હોવાથી તેનાં ભાવ સરેરાશ મજબૂત રહ્યાં હતાં. મગફળીમાં આગળ ઉપર દાણા અને સીંગતેલની બજારો સારી રહેશે તો બજારમાં સુધારાની ધારણાં છે.

મગફળીનાં વેપારીઓએ જણાવ્યું હતું કે, વર્તમાન સંજોગોમાં બજારમાં સરેરાશ ભાવ અથડાય રહ્યા છે, પંરતુ આગામી દિવસોમાં બજારો હજી થોડા સુધરી શકે છે. નવા વર્ષની રજાઓ બાદ આગામી સપ્તાહે જો સીંગદાણામાં નિકાસ વેપારો નીકળશે તો બજારમાં વધુ સુધારો આવશે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 29/12/2022 ને ગુરુવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 13537 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 800થી 1391 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 7000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1350 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 29/12/2022 ને ગુરુવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 7883 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1331 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 6250 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1724 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 29/12/2022 ને ગુરુવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ સલાલ માર્કેટ યાર્ડમાં રૂ. 1540 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1724 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 29/12/2022 ગુરુવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1120 1390
અમરેલી 995 1354
કોડીનાર 1214 1401
સાવરકુંડલા 1011 1391
જેતપુર 971 1391
પોરબંદર 1060 1280
વિસાવદર 953 1361
મહુવા 1200 1400
ગોંડલ 800 1351
કાલાવડ 1050 1391
જુનાગઢ 980 1362
જામજોધપુર 900 1350
ભાવનગર 1306 1345
માણાવદર 1375 1376
તળાજા 1200 1401
હળવદ 1050 1361
જામનગર 900 1310
ભેસાણ 800 1270
ખેડબ્રહ્મા 1120 1120
સલાલ 1200 1540
દાહોદ 1180 1220

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 29/12/2022 ગુરુવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1100 1285
અમરેલી 900 1261
કોડીનાર 1162 1291
સાવરકુંડલા 1031 1272
જસદણ 1100 1350
મહુવા 1050 1346
ગોંડલ 900 1331
કાલાવડ 1150 1290
જુનાગઢ 1020 1218
જામજોધપુર 900 1250
ઉપલેટા 1150 1300
ધોરાજી 806 1246
વાંકાનેર 930 1311
જેતપુર 931 1286
તળાજા 1285 1552
ભાવનગર 1061 1616
રાજુલા 1125 1301
મોરબી 1021 1473
જામનગર 1000 1470
બાબરા 1139 1311
બોટાદ 1000 1325
ધારી 1125 1282
ખંભાળિયા 975 1441
પાલીતાણા 1190 1326
લાલપુર 1100 1222
ધ્રોલ 975 1360
હિંમતનગર 1100 1724
પાલનપુર 1150 1450
તલોદ 1025 1475
મોડાસા 982 1350
ડિસા 1251 1366
ઇડર 1245 1644
ધનસૂરા 1000 1200
ધાનેરા 1551 1275
દીયોદર 1100 1360
માણસા 1265 1266
કપડવંજ 1100 1300
શિહોરી 1190 1215
ઇકબાલગઢ 1450 1451
સતલાસણા 1200 1330

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment