નવી મગફળીના ભાવમાં ભુક્કા બોલાવતી તેજી: આજનો ઉંચો ભાવ રૂ. 1751, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

મગફળીની બજારમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી, પંરતુ સારા માલની અછત જોવા મળી રહી છે. અત્યારે ઓઈલ મિલો અને પિલાણ મિલો બંનેની લેવાલી સારી છે, જેને કારણે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો મિશ્ર દેખાય રહ્યો છે.

મગફળીનાં વેપારીઓ કહે છેકે વર્તમાન સંજોગોમાં મગફળીની બજારમાં સરેરાશ વેચવાલી ઓછી અને સામે સારી ક્વોલિટીની માંગ સારી હોવાથી બજારમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. ગોંડલરાજકોટમાં મગફળીની આવકો પણ ઘટી રહી છે અને ગામડે બેઠા પણ ખેડૂતો સરેરાશ મગફળીમાં વેચવાલ નથી અને સારા ભાવ મળે તો જ વેચાણ કરે છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 30/12/2022 ને શુક્રવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 13951 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 810થી 1385 સુધીના બોલાયા હતાં. જ્યારે જામજોધપુર માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 6000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1340 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 30/12/2022 ને શુક્રવારના રોજ ગોંડલ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 7157 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1316 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 4980 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1100થી 1730 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 30/12/2022 ને શુક્રવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ માણાવદર માર્કેટ યાર્ડમાં રૂ. 1715 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ ઈડર માર્કેટ યાર્ડમાં રૂ. 1751 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 30/12/2022 શુક્રવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1130 1385
અમરેલી 920 1354
કોડીનાર 1112 1280
સાવરકુંડલા 1080 1422
જેતપુર 971 1355
પોરબંદર 1025 1350
વિસાવદર 905 1321
મહુવા 1209 1403
ગોંડલ 810 1385
કાલાવડ 1050 1391
જુનાગઢ 1000 1374
જામજોધપુર 900 1340
ભાવનગર 1318 1340
માણાવદર 1410 1715
તળાજા 1150 1371
હળવદ 1085 1304
જામનગર 900 1320
ભેસાણ 800 1292
સલાલ 1200 1510
દાહોદ 1180 1220

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 30/12/2022 શુક્રવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1120 1280
અમરેલી 800 1251
કોડીનાર 1186 1434
સાવરકુંડલા 1035 1265
જસદણ 1125 1350
મહુવા 1030 1412
ગોંડલ 900 1316
કાલાવડ 1150 1290
જુનાગઢ 1020 1278
જામજોધપુર 900 1280
ઉપલેટા 1080 1300
ધોરાજી 900 1251
વાંકાનેર 1000 1430
જેતપુર 941 1291
તળાજા 1280 1460
ભાવનગર 1218 1544
રાજુલા 1200 1325
મોરબી 947 1472
જામનગર 1000 1380
બાબરા 1140 1310
બોટાદ 1000 1300
ધારી 1241 1325
ખંભાળિયા 960 1376
પાલીતાણા 1050 1285
લાલપુર 1025 1055
ધ્રોલ 990 1316
હિંમતનગર 1100 1730
પાલનપુર 1150 1425
તલોદ 1250 1445
મોડાસા 982 1400
ડિસા 1291 1411
ઇડર 1255 1751
ધનસૂરા 1000 1200
ધાનેરા 1170 1358
થરા 1267 1377
દીયોદર 1100 1350
માણસા 1240 1241
કપડવંજ 1400 1500
સતલાસણા 1150 1250

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment