સૌરાષ્ટ્રમાં આજથી જન્માષ્ટમીની રજાઓ પડી ગઈ હોવાથી યાર્ડો બંધ છે અને હવે છેક્ આગામી સોમવારે ખુલશે, ત્યાં સુધી મગફળીની આવકો બંધ રહેશે. જોકે આજે જૂનાગઢમાં નવી મગફળીનાં વેપારો ડાયરેક્ટ ડિલીવરીમાં થયા હતાં. સાબરકાંઠા જિલ્લામાં નવી મગફળીની આવકો ચાલુ થવા લાગી છે. હિંમતનગરમાં સોમવારે કુલ 150 બોરીની આવક હતી અને ભાવ રૂ. 1441થી 1587નાં હતા. આજે માત્ર 24 નંબર જાતની જ મગફળીની આવી હતી.
ઉત્તર ગુજરાતમાં જો વરસાદ નહીં આવે તો પખવાડિયામા સારી માત્રામાં આવકો થાય તેવી સંભાવનાં રહેલી છે. મગફળીનાં વેપારીઓ કહે છે કે, મગફળીનાં પાકને વરસાદની તાતી જરૂર છે, પંરતુ વરસાદ ન પડી રહ્યો હોવાથી મગફળીની બજારમાં આવકો વધવાની ધારણાં છે.
આ પણ વાંચો: નવા કપાસના ભાવમાં થયો મોટો વધારો; જાણો આજના (તા. 05/09/2023 ના) કપાસના બજાર ભાવ
ઉત્તર ગુજરાતમાં હજી વાર લાગશે, પંરતુ સૌરાષ્ટ્રમાં તો આગામી સપ્તાહે આવકો પુષ્કળ વધી જાય તેવી ધારણા છે. દરમિયાન જૂનાગઢમાં આજે નવી મગફળીનાં ત્રણ હજાર ગુણીનાં વેપારો થયા હતા અને ભાવ ખાંડીનાં જી41માં રૂ. 31,500 અને ટીજે 37માં રૂ. 30,500નાં હતાં.
જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 04/09/2023, સોમવારના રોજ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1000થી રૂ. 1351 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 901થી રૂ. 1351 સુધીના બોલાયા હતા. તેમજ ભાવનગરના માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 900થી રૂ. 1351 સુધીના બોલાયા હતા. દાહોદ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના ભાવ રૂ. 1300થી રૂ. 1560 સુધીના બોલાયા હતા.
આ પણ વાંચો: એરંડાના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો આજના (તા. 05/09/2023 ના) તમામ બજારમાં એરંડાના બજાર ભાવ
જીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તા. 04/09/2023, સોમવારના રોજ સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં જીણી મગફળીના ભાવ રૂ. 1151થી રૂ. 1445 સુધીના બોલાયા હતા. જ્યારે મહુવા માર્કેટ યાર્ડમાં જીણી મગફળીના ભાવ રૂ. 981થી રૂ. 1422 સુધીના બોલાયા હતા. તેમજ તળાજાના માર્કેટ યાર્ડમાં જીણી મગફળીના ભાવ રૂ. 1260થી રૂ. 1332 સુધીના બોલાયા હતા.
રાજુલા માર્કેટ યાર્ડમાં જીણી મગફળીના ભાવ રૂ. 1150થી રૂ. 1151 સુધીના બોલાયા હતા. જ્યારે બોટાદ માર્કેટ યાર્ડમાં જીણી મગફળીના ભાવ રૂ. 1125થી રૂ. 1220 સુધીના બોલાયા હતા. તેમજ હિંમતનગરના માર્કેટ યાર્ડમાં જીણી મગફળીના ભાવ રૂ. 1150થી રૂ. 1587 સુધીના બોલાયા હતા.
જાડી મગફળીના બજાર ભાવ:
તા. 04/09/2023, સોમવારના જાડી મગફળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
સાવરકુંડલા | 1000 | 1351 |
મહુવા | 901 | 1242 |
ભાવનગર | 900 | 1351 |
દાહોદ | 1300 | 1560 |
જીણી મગફળીના બજાર ભાવ:
તા. 04/09/2023, સોમવારના જીણી મગફળીના બજાર ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
સાવરકુંડલા | 1151 | 1445 |
મહુવા | 981 | 1422 |
તળાજા | 1260 | 1332 |
રાજુલા | 1150 | 1151 |
બોટાદ | 1125 | 1220 |
હિંમતનગર | 1150 | 1587 |
દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.