મેઘતાંડવ/ આખરે હવામાન વિભાગ જાગ્યું! રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર, ક્યાં ક્યાં જિલ્લામાં?

WhatsApp Group Join Now

સાઈક્લોનિક સરક્યુલેશન હેઠળ રાજ્યમાં ભારે વરસાદની (Rain) આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની માહિતી અનુસાર પાકિસ્તાન તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાઈક્લોનિક સરક્યુલેશનમાં ફેરવાયું છે. જેથી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

5 ઓગસ્ટની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ આજે 5 ઓગસ્ટે આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

6 ઓગસ્ટની આગાહી
6 તારીખે સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર-સોમનાથ અને જૂનાગઢમાં તથા દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી  કરવામાં આવ્યું છે.

7 ઓગસ્ટની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ 7 તારીખે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ગીર-સોમનાથ, ભાવનગરમાં તથા દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

8 ઓગસ્ટની આગાહી
8 તારીખે જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને નવસારી જિલ્લામાં અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ પોરબંદર, રાજકોટ, ભાવનગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 જેટલા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ છોટાઉદેપુરના ક્વાંટમાં સૌથી વધુ 6.5 ઈંચ વરસાદ વરસ્યો છે. તો નવસારીના જલાલપોરમાં 5 ઈંચ, સાબરકાંઠાના વડાલીમાં 4.5 ઈંચ વરસાદ વરસ્યો છે. બોટાદના ગઢડામાં 3.5 ઈંચ, ખેડાના કપડવંજ, જૂનાગઢ, સુરતના પલસાણામાં 3-3 ઈંચ વરસાદ વરસ્યો છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment