વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે કે, મેઘરાજાનો વધુ એક સંતોષકારક રાઉન્ડ આવી રહ્યો છે. તેઓએ કે બંગાળની ખાડીમાં આજે એક લોપ્રેશર થયું છે. જે મધ્ય પશ્ચિમ બંગાળની ખાડીમાં છે. જે આવતા બેથી ત્રણ દિવસમાં વધુ મજબૂત બનશે અને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે.
આવતા દિવસોમાં 3.1 km થી 5.8 કી.મી ના લેવલમાં બહોળું સર્ક્યુલેશન છવાશે જે અરબી સમુદ્રથી સિસ્ટમ સુધી છવાશે. કારણ કે ઈસ્ટ વેસ્ટ સિયર ઝોન ઉત્તર તરફ ગતિ કરશે એટલે બહોળું સર્ક્યુલેશન બની જશે.
વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે તારીખ 9થી 15 સપ્ટેમ્બર સુધીની આગાહી કરતાં જણાવેલ છે કે, સૌરાષ્ટ્રમાં હળવો મધ્યમ અને સીમિત વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. આગાહી સમયમાં સૌરાષ્ટ્રમાં 50થી 75 અને સીમિત વિસ્તારોમાં 125 મીમીથી વધુ વરસાદની શક્યતા છે.
જ્યારે કચ્છમાં હળવો મધ્યમ અને સીમિત વિસ્તારમાં ભારે વરસાદની આગાહી છે. આગાહી સમય દરમિયાન કચ્છમાં વરસાદની માત્રા 25 મીમીથી 50 મીમી સુધીના આગાહી છે.
ઉત્તર ગુજરાતમાં હળવા મધ્યમ અને સીમિત વિસ્તારમાં ભારે વરસાદ થશે જેની માત્રા 50 મીમીથી 75 મીમી અને સીમિત વિસ્તારમાં 100 મીમીથી વધુ વરસાદ થાય તેવી શક્યતા છે. મધ્ય ગુજરાતમાં 50 મીમીથી 75 મીમી અને સીમિત વિસ્તારમાં 75 મીમીથી વધુ વરસાદ તો દક્ષિણ ગુજરાતમાં 50 મીમીથી 75 મીમી અને સીમિત ભારે વિસ્તારમાં 150 મીમીથી વધુ વરસાદ પડશે.
આગાહી સમયમાં સમગ્ર રાજ્યમાં એકલદોકલ વિસ્તારમાં વરસાદની કુલ માત્રા આઠ ઇંચને પણ વટાવી જાય તેવી શક્યતાઓ છે.
ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.