આ તારીખ સુધી હજી ભારેથી અતિભારે વરસાદની આગાહી, બાકી જિલ્લામાં આ તારીખ સુધીમાં વાવણી

WhatsApp Group Join Now

લો-પ્રેસર સિસ્ટમની અસરને કારણે ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી પશ્ચિમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે.

જોકે ગુજરાતના મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છના કેટલાક ભાગોમાં હજી વાવણી લાયક વરસાદ પડ્યો નથી. આ વિસ્તારોમાં 13 જુલાઈ સુધીમાં વરસાદ પડી જશે તેવી પૂરેપૂરી સંભાવના છે.

આજે કચ્છ જિલ્લાના મોટાભાગના વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, મોરબી લાગુ વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદની શક્યતાઓ છે. જ્યારે મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ સારો વરસાદ પડે તેવી શક્યતા છે.

આ સિવાય સંપૂર્ણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ઝાપટા સ્વરૂપે વરસાદ પડે તેવી શક્યતાઓ રહેલી છે. આવતીકાલ પછી એટલે કે 10 તારીખ પછી વરસાદના વિસ્તારોમાં ધીમે ધીમે વધારો થતો જશે.

જાણિતા વેધર એનાલિસ્ટ અશોકભાઈ પટેલે તારીખ 8 થી 15 જુલાઈ સુધીની આગાહી કરતા જણાવ્યું છે કે, આગાહી સમયમાં સૌરાષ્ટ્ર, કચ્છ-ગુજરાતમાં વરસાદ રાઉન્ડ ચાલુ રહેવાની શક્યતા છે. ઘણા વિસ્તારોમાં એકથી વધુ રાઉન્ડ આવી શકે છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતી કાલે 10 તારીખે દ્વારકા, પોરબંદર, વલસાડ, જુનાગઢ, મોરબી, રાજકોટ, તાપી, સુરત અને ડાંગ જિલ્લામાં વરસાદની આગાહી

11 જુલાઈના રોજ આખા ગુજરાતમાં ભારે વરસાદ પડવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

12 તારીખે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

નોંધ: વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment