ફરી આગાહી બદલી; ચોમાસાની વિદાય વેળાએ રાજ્યમાં મંડાણી વરસાદની આગાહી

ગઈ કાલથી ગરબાની રમઝટની સાથે સાથે મંડાણી વરસાદની રમઝટ પણ શરૂઆત થઈ ગઈ છે. આ વરસાદી માહોલ 4 ઓક્ટોબર સુધી જોવા મળશે. જેમાં ખાસ કરીને સૌથી વધુ પૂર્વ સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ સૌરાષ્ટ્રના કોસ્ટલ વિસ્તારો, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં મંડાણી વરસાદની શક્યતા સારી રહેશે. જ્યારે બાકીના બીજા વિસ્તારોમાં પણ અમુક અમુક વિસ્તારોમાં મેઘરાજા ગાજવીજ સાથે જમાવટ કરશે.

નવરાત્રીની સાથોસાથ આજથી ભાદરવાનું સાચું રૂપ જોવા મળી રહ્યું છે. આજથી હાથીયા નક્ષત્રનો શુભારંભ થયો છે. ખેડૂતોની ટૂંકી મુદતની મગફળી પાથરે પડી છે. તો કઠોળ પાકો પણ પાકી ચુક્યા છે. મોટેભાગે હાથીયા નક્ષત્રમાં થતા વરસાદથી ખેડૂતોને મોટી નુકસાની ભોગવવાનો વારો આવે છે.

આ વરસાદની એક્ટિવિટી પહેલી ઓક્ટોબર સુધી ચાલુ રહે એવું જણાઈ રહ્યું છે. વરસાદની એક્ટિવિટીનું મુખ્ય કારણ અપર લેવલે પવનોની અસ્થિરતા છે. તેમજ અલગ અલગ લેવલે ભેજમાં પણ મોટી અસ્થિરતા જોવા મળી રહી છે. એક UAC અરબસાગરમાં છવાયેલું છે. પરંતુ એ UAC માં બહુ ભેજ જોવા મળી રહ્યો નથી.

હાલ જે મંડાણી વરસાદ છે તેનું મુખ્ય કારણ અપર લેવલે અસ્થિરતા ગણી શકાય. આવનારા દિવસોની વાત કરીએ તો, ખાસ કરીને પૂર્વ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા વધુ રહેશે.

પૂર્વ ગુજરાત સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર, બોટાદ, મહુવા, તળાજા વાળી પોસ્ટલ પટ્ટી તેમજ ગીર સોમનાથ જિલ્લામાં વધુ શક્યતા રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી વલસાડ સુધી વરસાદની એક્ટિવિટી વધુ રહેશે.

બાકીના વિસ્તારો એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. પરંતુ પૂર્વ સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતની સરખામણીમાં મંડાણી વરસાદની સંભાવના ઓછી રહેશે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *