નવી મગફળીના ભાવમાં ભારે ઉછાળો: આજનો સૌથી ઉંચો ભાવ રૂ. 1710, જાણો આજના મગફળીના બજારભાવ

WhatsApp Group Join Now

નવી મગફળીની આવકો સમગ્ર ગુજરાતમાં ધારણાંથી વધુ સોમવારે આવી ગઈ હતી. એકલા ગોંડલમા જ એક લાખ ગુણીની આવક થઈ હતી, જોકે વેપારો પૂરતા ન થયા હોવાથી બજારમાં નરમાઈનો ટોન હતો.

મગફળીનાં વેપારીઓ કહે છે કે, સૌરાષ્ટ્રનાં અમુક ગામડામાં ફરી વરસાદ ચાલુ થયો છે જો હજી પણ બે-ચાર દિવસ વરસાદ આવશે તો મગફળીની આવકોને બ્રેક લાગી શકે છે. પરિણામે સારા માલનાં ભાવમાં બહુ ઘટાડો થયો નહોંતો, વળી હજે આવકો થઈ રહી છે, તેમાં પણ સુકા માલ બહુ ઓછા આવે છે, પરિણામે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે.

જાડી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 26/09/2022 ને સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 7000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 975થી 1295 સુધીના બોલાયા હતાં. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં જાડી મગફળીના 28503 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 900થી 1346 સુધીના બોલાયા હતાં.

ઝીણી મગફળીના બજાર ભાવની વાત કરીએ તો ગઈ કાલે તારીખ 26/09/2022 ને સોમવારના રોજ રાજકોટ માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 10000 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 950થી 1360 સુધીના બોલાયા હતાં. જ્યારે હિંમતનગર માર્કેટ યાર્ડમાં ઝીણી મગફળીના 7820 ગુણીના વેપારો થયા હતા અને તેના ભાવ રૂ. 1200થી 1710 સુધીના બોલાયા હતાં.

મગફળીના સૌથી ઉંચા બજાર ભાવની વાત કરીએ તો, ગઈ કાલે તારીખ 26/09/2022 ને સોમવારના રોજ જાડી મગફળીનો સૌથી ઉંચો ભાવ હળવદ માર્કેટ યાર્ડમાં રૂ. 1464 સુધીનો બોલાયો હતો તેમજ ઝીણી મગફળીનો સૌથી ઉંચો ભાવ હિંમતનગર માર્કેટ યાર્ડમાં રૂ. 1710 સુધીનો બોલાયો હતો.

જાડી મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 26/09/2022 સોમવારના જાડી મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 975 1295
અમરેલી 801 1271
કોડીનાર 711 1138
સાવરકુંડલા 901 1312
જેતપુર 841 1271
પોરબંદર 1050 1100
વિસાવદર 875 1381
મહુવા 969 1290
ગોંડલ 900 1346
જુનાગઢ 850 1255
જામજોધપુર 900 1900
ભાવનગર 860 1291
માણાવદર 1450 1451
તળાજા 950 1111
હળવદ 1000 1464
જામનગર 1000 1200
ભેસાણ 800 1128
દાહોદ 1100 1240

 

ઝીણી (નવી) મગફળીના બજાર ભાવ (Magfali Bajar Bhav):

તા. 26/09/2022 સોમવારના ઝીણી (‌નવી) મગફળીના ભાવ
માર્કેટિંગ યાર્ડ નીચા ભાવ ઉંચા ભાવ
રાજકોટ 1025 1325
અમરેલી 1000 1242
કોડીનાર 811 1322
સાવરકુંડલા 888 1161
જસદણ 825 1265
મહુવા 861 1240
ગોંડલ 980 1366
જુનાગઢ 950 1108
જામજોધપુર 900 1300
ઉપલેટા 890 1200
ધોરાજી 806 1111
વાંકાનેર 1000 1255
જેતપુર 771 1301
તળાજા 815 1017
મોરબી 855 1195
જામનગર 1050 1215
બાબરા 945 1095
ધારી 1030 1201
ખંભાળિયા 900 1225
હિંમતનગર 1200 1710
પાલનપુર 1100 1401
તલોદ 1351 1511
મોડાસા 1185 1342
ડિસા 1061 1432
ઇડર 1100 1613
દીયોદર 1050 1211
શિહોરી 1030 1115
સતલાસણા 1169 1170

 

દરરોજના બજાર ભાવ જાણવા માટે અમારું ફેસબુક પેજ ફોલો કરો.

WhatsApp Group Join Now

Leave a Comment