હાથીયા નક્ષત્રથી રાજ્યમાં મંડાણી વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં?

WhatsApp Group Join Now

ખેડૂતોની નજર હંમેશા બે નક્ષત્ર ઉપર ખાસ રહેતી હોય છે. એક તો ચોમાસાનું પ્રથમ નક્ષત્ર આદ્રા નક્ષત્ર અને બીજું નક્ષત્ર હસ્ત (હાથીયો). આ નક્ષત્રને ચોમાસાનું આમ તો છેલ્લું નક્ષત્ર ગણી શકાય. હસ્ત નક્ષત્ર જેને આપણે દેશી ભાષામાં હાથીયો કહીએ છીએ.

સુર્યનો હાથિયા નક્ષત્રમાં પ્રવેશ આજે 27 સપ્ટેમ્બર 2022 નાં રોજ 12:44 કલાકે શિયાળના વાહન સાથે પ્રવેશ થયો છે. જૂની લોકવાયકઓ મુજબ હાથિયા નક્ષત્રમાં જે વરસાદ થાય એ બપોર બાદ થતો હોય છે. હાથિયા નક્ષત્ર માટે એક જૂની લોકવાયકા પણ છે.

“જો વરશે હાથીયો તો મોતીએ પુરાઈ સાથીયો”
અને“હાથીઓ ગાજે તો તીડ ભાગી જાય”

સુર્યનો આ નક્ષત્રમાં મંગળવારે પ્રવેશ થયો હોવાથી આ નક્ષત્રમાં વરસાદી માહોલ ઊભો થશે. હસ્ત નક્ષત્રનો સમયગાળો અને હવામાનના મોડલો ઉપર નજર કરીએ તો, ગુજરાતમાં વરસાદી હવામાન જણાઈ રહ્યું છે.

ટૂંકમાં આ એક સંયોગ પણ કહી શકાય. કેમકે હવામાનના મોડલ મુજબ પણ આવતી કાલથી એટલે કે 27 સપ્ટેમ્બરથી મોટી અસ્થિરતાના ચિન્હો હવામાનના મોડલોમાં જણાઈ રહ્યા છે.

આજથી હાથીઓ નક્ષત્ર શરૂ થતા રાજ્યમાં મંડાણી વરસાદની શક્યતા છે. આજે સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં મંડાણી વરસાદની વધુ શક્યતા છે તેમજ ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર અને પોરબંદરના અમુક વિસ્તારોમાં પણ છૂટો છવાય મંડાણી વરસાદ પડશે.

દક્ષિણ ગુજરાતના સુરત, વાપી, વલસાડ, નવસારી અને તાપી સહિતના જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડશે. તથા મધ્ય પૂર્વ ગુજરાતમાં પણ પૂર્વ ગુજરાતના અમુક વિસ્તારમાં વધુ છુટાછવાયા વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં સીમિત વિસ્તારમાં વરસાદને બાદ કરતા ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ઓછી શક્યતા છે, એકલ દોકલ વિસ્તારમાં છાંટા છૂટી થઈ શકે છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment