ફરી આગાહી બદલાઈ: હવે આગામી ત્રણ દિવસ આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

WhatsApp Group Join Now

હવામાન વિભાગ દ્વારા જિલ્લા વાઇસ એલર્ટ જાહેર કરવામાં આવે છે. કુદરતી પરિબળોના કારણે હવામાન વિભાગ દિવસે દિવસે પોતાની આગાહી બદલ્યા કરે છે. જે રીતે વરસાદી સિસ્ટમ સક્રિય રહે તેવી રીતે વરસાદનું એલર્ટ/આગાહી બદલાતી રહે છે.

આજે 13 તારીખે ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર, વલસાડ, જુનાગઢ અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ ભાવનગર, અમરેલી, ભરુચ, તાપી, સુરત અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ સિવાય પોરબંદર, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, ખેડા, અમદાવાદ, બનાસકાંઠા અને સાબરકાંઠાના છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આવતી કાલે 14 તારીખે અમરેલી, જુનાગઢ અને ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી બાજુ ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર, વલસાડ, ભાવનગર, બોટાદ, રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ સિવાય આવતી કાલે સુરત, ભરુચ, તાપી, નર્મદા, દેવભુમિ દ્વારકા અને જામનગરના છુટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

15 તારીખે કચ્છ અને દેવભુમિ દ્વારકામાં ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યંલ છે. તેમજ રાજકોટ જામનગર, જુનાગઢ, પોરબંદર, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છુટાછવાયા વરસાદની આગાહી પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

અતિભારે વરસાદની આગાહીના પગલે તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. રાજ્યમાં NDRF-SDRFની 18-18 ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. ઉપરોકત રેડ એલર્ટ વાળા જિલ્લાઓમાં જરૂર પડ્યે ટીમો રેસ્ક્યૂની કામગીરીમાં યુધ્ધના ધોરણે લાગી જશે.

ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ગુજરાતમાં નદી હોય કે નાળા, ડેમ હોય કે જળાશયો બધુ જ પાણી પાણી થઈ ગયું છે. રાજ્યમાં કુલ 18 જળાશયો હાઇએલર્ટ પર મુકાયા છે. તેમજ 8 જળાશયોની સપાટી ભયજનક સ્તર પર પહોંચાવા આવી છે.

ખાસ નોંધ: હવામાન સંબંધિત તમામ પરિસ્થિતિમાં (વરસાદ અને વાવાઝોડા અંગેની માહિતી માટે) હંમેશા ભારતીય હવામાન વિભાગની સુચનાને અનુસરવી.

WhatsApp Group Join Now

Leave a Comment